Saturday, Sep 13, 2025

કથાકાર ભાવિકા માહેશ્વરી ૫૦ લાખની ધનરાશી શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટને કરી અર્પણ

2 Min Read

અયોધ્યાધામ ખાતે ­મંદિરના નિર્માણ માટે અનેક લોકોઍ યોગદાન આપ્યું છે. ત્યારે સુરતની ૧૧ વર્ષીય બાળા ભાવિકા માહેશ્વરી કથાવાચક અને મોટીવેટર છે કથાઓના માધ્યમથી ૫૦ લાખ રૂપિયા જેટલી માતબર રકમ ભેગી કરીને આ ધનરાશિ શ્રીરામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટને અર્પણ કરી છે.

ભાવિકાએ રાષ્ટ્ર ચેતના સહીત વિવિધ વિષયો અંગે લોકોને જાગૃત કરવા માટે દેશભરમાં ૫૦ હજાર કિમીની યાત્રા કરી છે અને ૩૦૦ જેટલા કાર્યક્રમોનું પણ આયોજન કરી ચુકી છે. એક લેખિકા તરીકે ભાવિકા ત્રણ પુસ્તકો લખી ચુકી છે અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ, અમિતાભ બચ્ચન સહીત અનેક રાજ્યોના મુખ્યમંત્રી તેણીના વખાણ કરી ચૂક્યા છે સાથે જ અનેક મંત્રીઓએ ભાવિકાની પોસ્ટ પોતાના સોશ્યલ મીડિયા ઍકાઉન્ટ પર પણ અપલોડ કરીને તેણીને પ્રોત્સાહીત કરી છે. ભાવિકાને અનેક રાષ્ટ્રીય પુરસ્કારો મળવા સાથે જ તે ઇન્ટરનેશનલ રામાયણ પુરસ્કાર પણ જીતી ચૂકી છે.

શ્રીરામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટ વતી વર્ષ ૨૦૨૧માં સમર્પણ નિધિ ભેગી કરવા માટે અભિયાન શુરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ભાવિકાએ પણ સમર્પણ નિધિમાં યોગદાન અપવાનો સંકલ્પ લીધો હતો. ત્યારબાદ ભાવિકાએ અનેક ઠેકાણે એક દિવસીય રામકથાનું આયોજન કરી આ કથાઓના માધ્યમથી ૫૦ લાખ રૂપિયા ભેગા કર્યા હતા. ત્યારબાદ આ રૂપિયા ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદગિરી મહારાજને સમર્પિત કર્યા હતા. ભાવિકાની કથામાં નાના-નાના બાળકોએ પોતાના ગુલ્લક પણ ખોલીને મૂકી દીધા હતા. ત્યારે ૩૨૦૦ કરોડની સમર્પણ નિધિમાં આ ૫૦ લાખ રૂપિયાના યોગદાનની ઘટના અનોખી ઘટના જ કહી શકાય.

આ પણ વાંચો :-

Share This Article