HomeSurat Cityસુરતના નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે

સુરતના નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે

Date:

Related stories

ગુજરાતના આ જિલ્લાઓમાં IMDની Warning, અરવલ્લીમાં ધોધમાર વરસાદથી સ્થિતિ બગડી

ઉત્તર ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું...

વિદેશ જવાનું પ્લાનિંગ છે? બાળકોના પાસપોર્ટ અંગે સરકારે બદલ્યો મહત્વનો નિયમ

જો તમે તમારા બાળક માટે નવો પાસપોર્ટ બનાવવાનું વિચારી...

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાને પ્રથમ ‘રાજભાષા કીર્તિ પુરસ્કાર’થી સન્માન

ભારત સરકારના ગૃહ મંત્રાલયના રાજભાષા વિભાગ દ્વારા નવી મુંબઈમાં...

દિશા સાલિયન કેસમાં મોટો વળાંક! આદિત્ય ઠાકરે-અનિલ દેશમુખને ₹500 કરોડની નોટિસ

દિશા સાલિયનના મૃત્યુ કેસમાં CBIની નવી તપાસ શરૂ થયાના...
spot_img

સુરતમાં ફરી ટેકસટાઇલ માર્કેટમાં આગ લાગી છે. પુણા વિસ્તારમાં આવેલી નિધિ ટેકસ્ટાઈલ માર્કેટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ખાતામાં આગ લાગતા અફરાતફરી મચી છે. ખાતામાં જથ્થાના કારણે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતા પાંચ ફાયર સ્ટેશનની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરના જવાનો પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફાયરના જવાનો ઓક્સિજન માસ્ક પહેરી અંદર પ્રવેશ કરીને પાણીનો મારો ચલાવી રહ્યા છે.

ટેક્સટાઇલ માર્કેટમાં આગના પગલે ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે. રવિવાર હોવાથી હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી.

ડિવિઝનલ ફાયર ઓફિસર ક્રિષ્ના મોઢે જણાવ્યું કે, નિધિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં વાયરિંગની પ્લેટમાં આગ લાગી હતી. આ આગ પ્રસરતા વીજ મીટરોને પણ આગ લાગી ગઈ હતી અને તેના કારણે ખૂબ પ્રમાણમાં ધુમાડો નીકળ્યો હતો, જેના કારણે એવું લાગ્યું કે આખી બિલ્ડિંગમાં આગ પ્રસરી ગઈ. તપાસ કરતા બેઝમેન્ટનું ફાયર ટ્રેસ કર્યું હતું અને જેના કારણે 20થી 25 ગાડીઓ ઘટનાસ્થળે બોલાવી હતી.

સવારે 7.30નો કોલ હતો અને આગને કાબૂમાં લેવામાં બે કલાકથી વધુનો સમય લાગ્યો હતો. હાલમાં આગ લાગવા પાછળનું કારણ અને કેટલું નુકસાન થયું છે તે જાણવા મળ્યું હતુ નથી. શોટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન છે. બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના તમામ સાધનો લગાવેલા છે અને તે ચાલુ હાલતમાં છે.

Subscribe

Latest stories

spot_img