Saturday, Sep 13, 2025

Nag Panchami : નાગ પંચમી પર જો આવી ભૂલ કરશો તો નારાજ થઈ જશે નાગ દેવતા !

3 Min Read
  • દર વર્ષે શ્રાવણ મહિનાના (Shravan Month) શુક્લ પક્ષના પાંચમા દિવસને નાગ પંચમી તરીકે ઉજવવામાં આવે છે. આજે નાગ પંચમીના (Nag Panchami) દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી ઘણા ફાયદા થાય છે.

દર વર્ષે શ્રાવણ મહિનાના (Shravan Month) શુક્લ પક્ષના પાંચમા દિવસને નાગ પંચમી તરીકે ઉજવવામાં આવે છે. નાગ પંચમીના (Nag Panchami) દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી ઘણા ફાયદા થાય છે. ભગવાન શંકરે સાપને ગળામાં પહેરાવ્યો છે.

તેથી નાગ પંચમી પર નાગ દેવતા (Nag Devta) સાથે ભગવાન શિવની પૂજા કરો. આ માટે મંદિરમાં અથવા તો ઘરે જઈને પણ પૂજા કરી શકાય છે. જો કે આ દિવસે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. નહીંતર યોગ્યતા મેળવવાને બદલે વ્યક્તિને પાપ લાગી શકે છે અને જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે.

નાગ પંચમી પર ક્યારેય ના કરો આ કામ –

નાગ પંચમીના દિવસે નાગ દેવતા માટે વ્રત રાખવામાં આવે છે. તેમની પૂજા કરવામાં આવે છે. નાગ પંચમીનો દિવસ કાલ સર્પ દોષ (Kaal Sarp Dosh) અને રાહુ-કેતુ (Rahu-Ketu) સંબંધી દોષોને દૂર કરવા માટે ખૂબ જ શુભ છે.

જો કે આ બાબતોને લઈને લોકોમાં થોડી મૂંઝવણ છે. જેના કારણે આ દિવસે પૂજામાં ભૂલો કરવાથી અથવા જીવતા સાપને (Real Snake) દુ:ખ પહોંચાડવાથી ઘણું પાપ લાગે છે. આવું કરવું એ જીવનમાં મુશ્કેલીઓને આમંત્રણ આપવાનું છે.

– નાગ પંચમી પર ક્યારેય જીવતા સાપની પૂજા ન કરો. પરંતુ આ દિવસે નાગ દેવતાની મૂર્તિ અથવા ફોટાની પૂજા કરો. તમે મંદિરમાં જઈને પણ પૂજા કરી શકો છો.

– જીવંત સાપને ક્યારેય દૂધ ન પીવડાવો. તેમના માટે દૂધ ઝેર સમાન હોઈ શકે છે. તેથી તેમની મૂર્તિનો દૂધથી અભિષેક કરો.

– જ્યોતિષમાં આ વાતને સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, નાગ પંચમીના દિવસે કાલ સર્પ દોષ અને રાહુ કેતુ દોષના નિવારણ કરવા માટે પૂજા-પાઠ કરવી નાગની મુર્તિનો અભિષેક કરવો સારું માનવામાં આવે છે. પરંતુ તેનો સંબંધ જીવતા સાપ સાથે નથી. તેથી આ દોષોને નિવારવા માટે જીવતા સાપની પુજા ના કરો અને ના સાપને કોઈ કષ્ટ પહોંચાડો, નહીંતર જીવનમાં ભારે સંકટનો સામનો કરવો પડી શકે છે.

આ રીતે કરો નાગ દેવતાની પૂજા –

ઘર પર નાગ દેવતાની મુર્તિ સ્થાપિત કરો. દૂધથી અભિષેક કરો. તેમને હડદર જરૂરથી લગાવો. કંકુ-અક્ષત લગાવો. ધૂપ- દીવો પ્રગટાવી પૂજા કરો. મિઠાઈનો ભોગ ચઢાવો. સાથે જ તેમને નારિયેળ અર્પણ કરો અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરો.

(નોંધ: આ લેખમાં આપેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ પર આધારીત છે. ગુજરાત ગાર્ડિયન તેની પુષ્ટી કરતું નથી.)

આ પણ વાંચો :-

Share This Article