HomeGujaratમહેસાણા: ફરજ દરમ્યાન BLO શિક્ષકનું હાર્ટ એટેકથી કરૂણ મોત

મહેસાણા: ફરજ દરમ્યાન BLO શિક્ષકનું હાર્ટ એટેકથી કરૂણ મોત

Date:

Related stories

Video : પનામામાં 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, 9 દેશોમાં સુનામીનું એલર્ટ

પનામા: મધ્ય અમેરિકાના દેશ પનામામાં શક્તિશાળી ભૂકંપના આંચકાથી ગભરાટનો...

તબીબી ક્ષેત્રે સુરતનું ગૌરવઃ ડૉ. નૈનેશ પટેલે એક જ સર્જરીમાં 370 સોફ્ટ-ટિશ્યુ ટ્યુમર્સ દૂર કરી ‘વર્લ્ડ રેકોર્ડ’ સ્થાપ્યો

સુરતનાં મોરાભાગળ-રાંદેર વિસ્તાર સ્થિત લાઈફલાઈન મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનાં નામે...
spot_img

ગુજરાત રાજ્યમાં ચૂંટણીલક્ષી કામગીરીના બોજ હેઠળ ફરજ બજાવતા શિક્ષકો પરના તણાવનો વધુ એક કરૂણ કિસ્સો સામે આવ્યો છે. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણ ગામમાં BLO (બૂથ લેવલ ઓફિસર) તરીકે ફરજ બજાવતા શિક્ષક દિનેશ રાવળનું હાર્ટ એટેક આવવાથી નિધન થયું છે.

રાત્રે 2 વાગ્યે SIRની કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક
પ્રાપ્ત માહિતી અનુસાર, સુદાસણ કન્યા શાળાના મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા અને BLO તરીકેની વધારાની જવાબદારી નિભાવતા દિનેશ રાવળનું ગત રાત્રે આશરે 2 વાગ્યાની આસપાસ હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું છે. સ્થાનિક સૂત્રો અને શાળાના આચાર્યના નિવેદન મુજબ દિનેશ રાવળ સતત છેલ્લા બે-ચાર દિવસથી રાત્રે ઊઠીને SIR (સ્પીશિયલ સમરી રિવિઝન)ની કામગીરી અંતર્ગત ફોર્મ અપલોડ કરવાનું કામ કરી રહ્યા હતા.

SIRની મોબાઈલ એપ્લિકેશન બરાબર કામ ન કરતી હોવાને કારણે તેઓ રાત્રિના સમયે જાગીને આ કામગીરી પૂર્ણ કરવા પ્રયત્નશીલ હતા. ગઈ રાત્રે પણ તેઓ લગભગ 2 વાગ્યે ફોર્મ અપલોડ કરવાનું કામ કરી રહ્યા હતા, તે દરમિયાન તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તાત્કાલિક સારવાર માટે તેમને વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુ થયું ત્યાં સુધીમાં દિનેશભાઈએ તેમની BLO કામગીરી લગભગ 70% જેટલી પૂરી કરી દીધી હતી.

Subscribe

Latest stories