Thursday, Oct 23, 2025

કંગના ફરી ભડકી: કહ્યું કે 80% હિન્દુઓના દેશમાં પઠાણ હિટ જેમાં પાકિસ્તાનને…

3 Min Read

Kangana flares up again

  • કંગના રનૌત લખ્યું કે “જે બધા લોકો માટે જેમને ફિલ્મ પાસેથી ઘણી આશાઓ છે એમને કહી દઉં કે પઠાણ માત્ર એક ફિલ્મ બની શકે છે… ગુંજેગા તો યહાં સિર્ફ જય શ્રી રામ”

શાહરુખ ખાનની (Shah Rukh Khan) ફિલ્મ પઠાણ હાલ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે અને બીજા દિવસે પણ ફિલ્મે બમ્પર કલેકશેન કર્યું છે. આ એક્શન ડ્રામા ફિલ્મ ઓડિયન્સને (Action Drama Film Audience) ખૂબ જ પસંદ આવી રહી છે. અહીં સુધી કે એક્ટ્રેસ કંગના રનૌતે પણ પોતાની અપકમિંગ ફિલ્મ ‘ઈમરજન્સી’ની (Emergency) રેપ-અપ પાર્ટીમાં શાહરૂખ ખાનનું નામ લીધા વગર ફિલ્મના વખાણ કર્યા છે.

સાથે જ તેણે કહ્યું છે કે તે ઈચ્છે છે કે આ ફિલ્મ નિશ્ચિત રીતે કામ કરે અને ઓડિયન્સ તેને ખૂબ જ પસંદ કરે. પણ હવે પઠાણની બોક્સ ઓફિસ પરની સફળતા પર કંગના રનૌતનું ટ્વિટ સામે આવ્યું છે. એ ટ્વિટમાં કંગનાએ સ્પષ્ટ લખ્યું હતું કે ‘અંતે અહીં માત્ર જય શ્રી રામ ગુંજે છે.’

કંગના રનૌતે શું લખ્યું?

કંગના રનૌતે ટ્વીટ કરીને લખ્યું હતું કે જેઓ પઠાણને નફરત પર જીતનો દાવો કહી રહી છે તેમની સાથે હું સંમત છું પણ કોના પ્રેમ પર નફરત? ટિકિટ કોણ ખરીદી રહ્યું છે અને કોણ તેને સફળ બનાવી રહ્યું છે? હા આ ભારતનો પ્રેમ છે જ્યાં 80 ટકા હિંદુઓ વસે છે અને છતાં પઠાણ નામની ફિલ્મ જેમાં આપણા દુશ્મન દેશ પાકિસ્તાન અને ISIને સારું દર્શાવવામાં આવ્યું છે અને એ ફિલ્મ સફળતાપૂર્વક ચાલી રહી છે. આ ફિલ્મમાં ભારતની સ્ક્રિપ્ટ છે અને વગર કોઈ દ્વેષ કે જજમેંટ વિના દેશને મહાન બનાવે છે. આ ભારતનો પ્રેમ છે જેને દુશ્મનોની નફરત અને રાજનીતિ પર જીત મેળવી છે.

કંગનાએ કહ્યું- માત્ર શ્રીરામ જ ગુંજશે :

કંગના રનૌત આગળ લખ્યું હતું કે ‘પણ એ બધા લોકો માટે જેમને ઘણી આશાઓ છે… પઠાણ માત્ર એક ફિલ્મ બની શકે છે… ગુંજેગા તો યહાં સિર્ફ જય શ્રી રામ… જય શ્રી રામ.’ અભિનેત્રીએ તેના ટ્વીટમાં પઠાણ માટે યોગ્ય નામ પણ સૂચવ્યું હતું.  કંગનાએ લખ્યું- મને ખાતરી છે કે ભારતના મુસ્લિમો દેશભક્ત છે અને અફઘાની પઠાણોથી અલગ છે. ભારત ક્યારેય અફઘાનિસ્તાન ન બની શકે.

આપણે બધા જાણીએ છીએ કે અફઘાનિસ્તાનમાં શું થઈ રહ્યું છે અને એ નર્કથી પણ વધુ ખરાબ છે. એટલા માટે ફિલ્મની સ્ટોરીલાઈન મુજબ ફિલ્મ પઠાણનું સાચું નામ ભારતીય પઠાણ રાખી શકાયું હોત.

આ પણ વાંચો :-

 

Share This Article