હવે ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે લડાઈ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસો પહેલા પેજર અને વોકી-ટોકી બ્લાસ્ટમાં હિઝબુલ્લાહના આતંકીઓના મોત બાદ આ આતંકી સંગઠનના વડાએ ઈઝરાયેલને ધમકી આપી હતી. હવે જ્યારે ઈઝરાયેલે આ હુમલો કર્યો છે, ત્યારે લેબનોન અને ઈરાન આ અંગે ઈઝરાયેલને ચેતવણી આપતા જોવા મળી રહ્યા છે.
તેના નિવેદનનો પડઘો પાડતાં હોય તેમ હીઝબુલ્લાહે ઇઝરાયેલ પર વળતો પ્રહાર કરતાં મોટાપાયા પર રોકેટમારો કર્યો હતો.આ ઉપરાંત તેણે ઇઝરાયેલના લશ્કરી સ્થળોને લક્ષ્યાંક બનાવીને ડ્રોન હુમલો કર્યો હતો. હીઝબુલ્લાહે જણાવ્યું હતું કે ઉત્તર ઇઝરાયેલના દસ હજારથી વિસ્થાપિતો ક્યારેય તેમના ઘરે પરત નહીં ફરી શકે. ગાઝામાં જે રીતે લોકો વિસ્થાપિત થયા છે તે રીતે ઇઝરાયેલના લોકોને પણ અમે વિસ્થાપિત કરીશું.ઇલેકટ્રોનિક બ્લાસ્ટ પછી હીઝબુલ્લાહે કરેલા હુમલામાં ઇઝરાયેલના બે સૈનિકોના મોત થયા છે. તેના લીધે ઇઝરાયેલે પણ સ્વીકાર્યુ છે કે હવે યુદ્ધનો વ્યાપ વિસ્તરી શકે છે અને તેણે વ્યાપક સ્તરે લશ્કરી કાર્યવાહી કરવી પડી શકે છે.
ઇઝરાયેલ લેબનોનમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો કરી હીઝબુલ્લાહના 40 આતંકવાદીઓને ઠાર કર્યા અને પાંચ હજારથી વધુને ઇજાગ્રસ્ત કરી દીધા છે. આ અંગે ન્યૂયોર્ક ટાઇમ્સનો દાવો છે કે આતંકવાદી સંગઠન હીઝબુલ્લાહ ઇઝરાયેલની સાઇબર જાળમાં ફસાઈ ગયું. હીઝબુલ્લાજે જે પેજર ખરીદ્યા તે તાઇવાનની એપોલો ગોલ્ડ કંપનીના ન હતા. તેને મોસાદના અધિકારીઓએ હંગેરીમાં તે જ કંપનીમાં બનાવ્યા હતા જેને હીઝબુલ્લાહ તાઇવાનીઝ કંપની સમજતું હતું. હીઝબુલ્લાહને છેતરવા આ શેલ કંપની બનાવાઈ હતી.
ઈઝરાયેલના હવાઈ હુમલાની વચ્ચે હિઝબુલ્લાએ પણ ઉત્તર ઈઝરાયેલમાં હુમલાનો દાવો કર્યો છે. હિઝબુલ્લાહનો દાવો છે કે તેણે કાત્યુષા રોકેટથી અનેક હુમલા કર્યા છે. જેમાં 15થી વધુ સ્થળોએ હુમલાનો દાવો કરવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઉત્તરી ઈઝરાયેલ પર હિઝબુલ્લાહના મિસાઈલ અને ડ્રોન હુમલામાં બે સૈનિકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. માર્યા ગયેલા IDF સૈનિકો મેજર નેલ ફાવર્સી અને સાર્જન્ટ ટોમર કેરેન છે.
આ પણ વાંચો :-