સુરતમાં રહેતા હિન્દુ નેતા અને સામાજિક કાર્યકર્તા ઉપદેશ રાણાને ફરી એક વખત ધમકી ભર્યો કોલ મળતા ગોડાદરા પોલીસ મથકમાં આ મામલે લેખિતમાં અરજી આપવામાં આવી છે. ઉપદેશ રાણાએ કરેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, ISIના નામે બોમ્બથી ઉડાવી તેની હત્યા કરી દેવામાં આવશે તેવી ગર્ભિત પ્રકારની ધમકી આપવામાં આવી છે. મહત્વનું છે કે અગાઉ પણ કઠોરના મૌલવી દ્વારા ઉપદેશ રાણાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જે મૌલવીની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
ઉપદેશ રાણાને કોલ આવ્યો કે, ‘ISI સે બોલ રહા હું, હમારે અભી કુછ હી લોક પોલીસને અરેસ્ટ કિયે હૈ, અભી બહોત લોક તેરી હત્યાં કરને કે લિયે પુરે ભારત મેં તેરે પીછે ઘુમ રહે હૈ’ વધુમાં કહ્યું કે, ‘બહોત હી જલ્દ તેરી ગાડી કે નીચે બમ લગાકાર તેરી હત્યાં કર દી જાયેગી’ મળતી વિગતો પ્રમાણે છેલ્લા 1 મહિનાથી ISI દ્વારા આવી ધમકીઓ આપવામાં આવી રહીં છે. નોંધનીય છે કે, ISI દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે. ગતરોજ ગોડાદરા પોલીસ સ્ટેશન ખાતે ઉપદેશ રાણા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.
વધારે વિગતે વાત કરવામાં આવે તો, સરકાર પાસે સુરક્ષા વધારવાની માંગ કરવામાં આવી છે. નોંધનીય છે કે, ઉપદેશ રાણાને સરકાર દ્વારા X કેટેગરી સુરક્ષા આપી છે. જો કે, X કેટેગરી સુરક્ષા માત્ર ગુજરાત પૂરતી જ છે. સામાજિક કાર્યો માટે અન્ય રાજ્યોના પ્રવાસ હોવાથી સુરક્ષા વધારવા પણ માંગણી કરવામાં આવી છે.
આ પણ વાંચો :-