Thursday, Oct 23, 2025

તમારી જાણ બહાર તમારા મોબાઇલનો ઉપયોગ થઇ રહ્યો છે ? આ ચકાસવા માટે 4 સ્ટેપ જાણો

2 Min Read

Is your mobile being used without

  • આજના સમયે જો આપણે ઘરમાં બેસીને કંઇ કામ કરવું હોય તો તેના માટે મોબાઇલનો ઉપયોગ આવશ્યક બની ગયો છે. ઘરમાં બેસીને મૂવી જોવી હોય કે બેંક અંગે ટ્રાન્ઝીશન કરવા હોય.

સ્ટેપ 1

જો તમને એવી શંકા છે કે તમારી પીઠ પાછળ કોઇ તમારો ફોન ચોરી છૂપીથી વાપરી રહ્યું છે તો તેના વિષે તમે એક સિક્રેટ કોડ દ્વારા જાણી શકો છો.

સ્ટેપ 2

સૌથી પહેલાં તમને તમારા સ્માર્ટફોનના ડાયલપેડ પર જવાનું છે. અને ત્યાં કીપેડ પર *#*#4636#*#* નંબર ડાયલ કરવાનું છે. ત્યારબાદ તમારી સામે એક મેનૂ ખૂલશે.

સ્ટેપ 3 
હવે તમારે અહીં તમારે આ સેટિંગનો ઉપયોગ કરીને સાંખ્યિક એટલે કે usage statics પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમને એક લિસ્ટ દેખાશે. અહીં તમને એ જ એપ દેખાડશે જે તમારા ફોન પર ઉપયોગમાં લેવાયા છે.

PM મોદીનો રોડ શો : મોદીનો સુરતમાં માહોલ બદલવાનો પ્રયાસ, ભીડ જોઈને ભાજપ ખુશ પણ આપ અને કોંગ્રેસને લાગશે ઝટકો

સ્ટેપ 4
ત્યારબાદ તમને અહીં શોર્ટલિસ્ટ કરી અને લાસ્ટ ટાઇમ યૂઝ્ડ એપ કરીને જોવાનું છે. હવે તમને ખબર પડી જશે કે કઇ એપ છેલ્લે વાપરવામાં આવી હતી અને કેટલીવાર સુધી તેનો ઉપયોગ થયો હતો.

જો તમે આ એપ વાપરી છે તો બરાબર છે પરંતુ જો તમે આ એપનો ઉપયોગ કર્યો નથી તો તમારી પીઠ પાછળ કોઇ તમારો ફોન વાપરી રહ્યો છે. સિક્યોરિટી માટે તમે તમારા ફોનનો પાસવર્ડ પણ બદલી શકો છો.

આ પણ વાંચો :-

Share This Article