Wednesday, Mar 19, 2025

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને જડબાતોડ આપ્યો જવાબ

2 Min Read

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ દ્વારા ભારત પર કરવામાં આવેલા બફાટનો જવાબ આપતાં ભારતીય પ્રતિનિધિએ વળતો પ્રહાર કર્યો છે. પ્રતિનિધિએ કહ્યું, ‘આ મહાસભાએ આજે સવારે એક દુર્ભાગ્યપૂર્ણ એક એવું નાટક જોયું, જ્યાં એક દેશને તેની સેના ચલાવે છે અને જેનું વૈશ્વિક સ્તર પર આતંકવાદ, માદક પદાર્થોના વેપાર અને આંતરરાષ્ટ્રીય ગુનાઓમાં નામ છે, તેણે દુનિયાના સૌથી મોટા લોકતંત્ર પર હુમલો કરવાની હિંમત કરી છે. હું પાકિસ્તાનના વડાપ્રધાન દ્વારા પોતાના ભાષણ પર ભારત પર કરવામાં આવેલા પ્રહારની વાત કરી રહ્યો છું.’

Image

પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે આરોપ લગાવ્યો હતો કે ભારત તરફથી હંમેશાં પાકિસ્તાનને ધમકી મળતી રહે છે. એના જવાબમાં ભાવિકાએ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મંચ પર બેનકાબ કર્યું હતું. ભાવિકાએ કહ્યું હતું કે દે દેશની ફિંગરપ્રિન્ટ આતંકવાદી ઘટનાઓમાં સામેલ છે, જેણે બંગલાદેશમાં નરસંહાર કરાવ્યો છે, એ UNના મંચ પરથી મજાક કેવી રીતે કરી શકે છે.

ભારતે રાઇટ ટુ રિપ્લાયમાં કહ્યું હતું કે પાકિસ્તાન હજુ પણ અતીતમાં જીવી રહ્યું છે અને તે કાશ્મીરના મુદ્દે વેરવિખેર થઈ ચૂક્યું છે. દુનિયાનો કોઈ દેશ તેનું સમર્થન નથી કરતો. ભારત તરફથી જ્યારે કહેવામાં આવ્યું છે કે ત્યાં સુધી કે કાશ્મીરી પણ વિકાસ અને લોકશાહીના પક્ષમાં મતદાન કરી રહ્યા છે. પાકિસ્તાન જેટલું જલદી વાસ્તવિકતાનો સ્વીકાર કરી લેશે, એટલું પાકિસ્તાનના ભવિષ્ય માટે સારું રહેશે.ટ ભાવિકાએ કહ્યું હતું કે સેના દ્વારા સંચાલિત એક દેશ જે આતંકવાદી, નશીલા પદાર્થો, વેપાર અને આંતરરાષ્ટ્રીય ગુનાઓ માટે પ્રસિદ્ધ છે. એણે વિસ્વના સૌથી મોટા લોકતંત્ર પર હુમલો કરવાનું દુઃસાહસ કર્યું છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું વલણ સ્પષ્ટ અને મક્કમ છે અને ભારતે પાકિસ્તાનના વડાપ્રધાનના આરોપોને સંપૂર્ણ રીતે નકારી દીધા છે. ભારતીય પ્રતિનિધિએ અંતે કહ્યું કે, ‘અમારું વલણ સ્પષ્ટ છે અને તેને વારંવાર પુનરાવર્તન કરવાની જરૂર જણાતી નથી. પાકિસ્તાન સત્યને જૂઠના સહારે છુપાવી નથી શકતું.’ ભારતે પાકિસ્તાનને કડક સંદેશ આપતાં આતંકવાદની સામે પોતાનું કડક વલણ બતાવ્યું છે અને કહ્યું કે, તે પોતાની સમપ્રભુતા અને અધિકારોની રક્ષા માટે કોઈપણ હદે જવા તૈયાર છે.

આ પણ વાંચો :-

Share This Article