Saturday, Sep 13, 2025

સુરતમાં ડ્રાઈવરે એમ્બ્યુલન્સનું પાર્કિંગ કરતી વખતે પાછળ ઉભેલી મહિલાને કચડી

2 Min Read
  • સુરતમાં અકસ્માતોના બનાવોમાં એક પછી એક વધારો થઈ રહ્યો છે. ત્યારે સરથાણા વિસ્તારમાં મહાનગર પાલિકાની એમ્બ્યુલન્સના ડ્રાઈવરે એમ્બ્યુલન્સને પાર્ક કરતા સમયે મહિલાને કચડી નાખી હતી.

આ ઘટનામાં મહિલાને ખભાના ભાગે ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

સરથાણા વિસ્તારમાં આવેલા જ્યોતિ બિઝનેશ સેન્ટર પાસે મહાનગર પાલિકાની એમ્બ્યુલન્સ આવી હતી. ડ્રાઈવર દ્વારા એમ્બ્યુલન્સને રિવર્સ લઈને પાર્ક કરવામાં આવી રહી હતી. દરમિયાન પાછળ એક મહિલા વાત કરી રહી હતી. જેના પર ડ્રાઈવરે ધ્યાન પણ આપ્યું ન હતું અને રિવર્સમાં આવવા દીધી હતી. રીવર્સમાં લેતાં સમયે એમ્બ્યુલન્સના ડ્રાઈવરે મહિલાને અડફેટે લીધી હતી.

જેથી મહિલા જમીન પર પડી ગઈ હતી. ત્યારબાદ મહિલા એમ્બ્યુલન્સના પાછળના ટાયર નીચે કચડાઈ ગઈ હતી. જાણ થતાં જ એમ્બ્યુલન્સના ડ્રાઈવર એમ્બ્યુલન્સ ઊભી રાખી દીધી હતી. મહિલાના ખભાના ભાગે ઇજા પહોંચી હતી.

પાલિકાની એમ્બ્યુલન્સની ગંભીર બેદરકારીથી એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. આ આખી ઘટનામાં મહિલાનો ચમત્કારિક બચાવ થયો છે. મહિલાને હાલ તો ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી છે. જ્યારે હોસ્પિટલ દ્વારા સરથાણા પોલીસને જાણ કરવામાં આવી છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

Share This Article