Thursday, Oct 23, 2025

લદ્દાખ જવાનું પ્લાનિંગ હોય તો ખાસ વાંચજો, IRCTCનો જોરદાર પ્લાન, રહેવા જમવાની અફલાતૂન સુવિધા

3 Min Read

If you are planning to go to Ladakh,

  • IRCTC દ્વારા લદ્દાખની મુસાફરી માટે એક ખાસ હવાઈ યાત્રા પેકેજ શરૂ કરવામાં આવી રહ્યું છે. ખાસ જણાવી દઈએ કે આ ટુર પેકેજ સપ્ટેમ્બર મહિનામાં ત્રણ વખત ચલાવવામાં આવશે.

ભારતીય રેલ્વેની (Indian Railways) સહાયક ઇંડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (Indian Railway Catering and Tourism Corporation) એટલે કે આઈઆરસીટીસી IRCTC ફરી એકવાર પ્રવાસીઓ માટે એક શાનદાર ટુર પેકેજ લઈને આવી છે. IRCTC દ્વારા આ મહિનામાં એટલે કે સપ્ટેમ્બરમાં આગ્રાથી લદ્દાખની મુસાફરી માટે એક ખાસ હવાઈ યાત્રા પેકેજ (Air travel package) શરૂ કરવામાં આવી રહ્યું છે.

ખાસ જણાવી દઈએ કે આ ટુર પેકેજ સપ્ટેમ્બર મહિનામાં ત્રણ વખત ચલાવવામાં આવશે. લદ્દાખનું આ ટુર 7 રાત અને 8 દિવસનું હશે જે 14 સપ્ટેમ્બર, 21 સપ્ટેમ્બર અને 28 સપ્ટેમ્બરના રોજ આગ્રાથી દિલ્હી થતાં લદ્દાખ પહોચશે.

આવ કાપવા તને ખબર પાડું, અધિકારીઓ વીજળી કાપવા આવ્યા તો મકાન માલિક ઘરમાંથી બંદુક લઈને નીકળ્યો | GujaratGuardian

આ ટુર પેકેજમાં પ્રવાસીઓને આગ્રાથી નવી દિલ્હી સુધી રોડ માર્ગ દ્વારા પંહોચાડવામાં આવશે અને એ પછીથી નવી દિલ્હીથી લેહ સુધી ફ્લાઈટ દ્વારા જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આગ્રાથી દિલ્હી પહોચ્યાં પછી દિલ્હીમાં એક રાતના સ્ટે અને ડિનરની સુવિધા પણ આપવામાં આવશે. જણાવી દઈએ કે આ ટુર દરમિયાન થ્રી સ્ટાર હોટલમાં રહેવા અને ખાવાની સુવિધા આપવામાં આવશે.

આ તારીખે થશે ટુર :

મુસાફરોની ઈચ્છાને ધ્યાનમાં રાખીને પહેલી વખત 14 સપ્ટેમ્બરથી 21સપ્ટેમ્બર,  21 સપ્ટેમ્બર થી 28સપ્ટેમ્બર અને 28 સપ્ટેમ્બરથી 5 ઓકટોબર સુધી 7 રેટ અને 8 દિવસનું આગ્રાથી લદ્દાખ સુધીના હવાઈ ટુર પેકેજ લોન્ચ કરવામાં આવી રહ્યું છે.

આ જગ્યાની મુલાકાત લેશે લોકો :

આ ટુર દરમિયાન લેહમાં હોટેલ સ્ટે સાથે સ્તૂપ અને મઠના દર્શન, શામ વેલીમાં લેહ પેલેસ, શાંતિ સ્તૂપ, ગુરુદ્વારા, નુબ્રા વેલીમાં સ્થિત કેમ્પમાં રાત્રિ રોકાણ, દીસ્કિત સહિત અને ગામ અને સ્થાનિક સ્થળોની મુલાકાત લઈ શકાશે.

કેટલું છે ભાડું :

હવાઈ ટુર પેકેજમાં એક વ્યક્તિના રહેવા-ખાવા-પીવા માટેના પેકેજની કિંમત રૂ. 49,500 છે, બે વ્યક્તિઓ સાથે રહેવા માટેના પેકેજની કિંમત વ્યક્તિ દીઠ રૂ. 44,500 અને ત્રણ વ્યક્તિઓ સાથે રહેવા માટે પેકેજની કિંમત વ્યક્તિ દીઠ રૂ. 43,900 છે. બાળક દીઠ પેકેજ કિંમત રૂ. 42,000 (બેડ સહિત) અને માતા-પિતા સાથે રહેવા માટે રૂ. 38,800 (બેડ વિના) હશે.

Share This Article