પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં હોકાટો સેમાએ ભારતને વધુ એક મેડલ આપાવ્યો છે. લેન્ડમાઈન વિસ્ફોટમાં બચી ગયેલા ભારતીય શોટ-પુટ ખેલાડી હોકાટો સેમાએ શુક્રવારે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હોકાટો સેમાએ પુરૂષોની F57 કેટેગરીની ફાઇનલમાં 14.65 મીટરનો સર્વશ્રેષ્ઠ થ્રો ફેંકી અને ત્રીજું સ્થાન મેળવીને દેશ માટે બ્રોન્ઝ મેડલ સુનિશ્ચિત કર્યો હતો. 40 વર્ષીય દીમાપુરમાં જન્મેલા સૈન્યના જવાન, જેમણે ગયા વર્ષે હાંગઝોઉ પેરા ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, તેમણે સરેરાશ 13.88 મીટરના થ્રોથી શરૂઆત કરી હતી.
નાગાલેન્ડના એકમાત્ર એથ્લિટ, જે પેરાલિમ્પિક્સમાં ભારતીય દળનો ભાગ હતો, તેમણે તેના બીજા થ્રોમાં 14 મીટરના આંકને સ્પર્શ કર્યો અને પછી 14.40 મીટરનું અંતર કાપીને વધુ સુધારો કર્યો. જો કે, હોકાટો સેમાએ તેના ચોથા થ્રોમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને 14.49 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ જીત્યો. સેમાએ 2002માં જમ્મુ અને કાશ્મીરના ચોકીબલમાં આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન લેન્ડમાઈન બ્લાસ્ટમાં તેનો ડાબો પગ ગુમાવ્યો હતો.
બે વખતના પેરા વર્લ્ડ ચેમ્પિયન અને હાંગઝોઉ પેરા ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા એવા ઈરાનના 31 વર્ષીય યાસીન ખોસરાવીએ 15.96 મીટરના પેરાલિમ્પિક રેકોર્ડ સાથે ટોચ પર છે, જે તેણે તેના ચોથા પ્રયાસમાં હાંસલ કર્યો હતો. તે માત્ર પાંચ સેન્ટિમીટરથી 16.01 મીટરના પોતાના વિશ્વ રેકોર્ડને ફરીથી નોંધવવાનું ચૂકી ગયો. બ્રાઝિલના થિયાગો ડોસ સૈંટોસે 15.06 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર જીત્યો હતો. ઇવેન્ટમાં અન્ય ભારતીય અને હાંગઝોઉ પેરા ગેમ્સમાં સિલ્વર મેડલ વિજેતા રાણા સોમને 14.07 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે પાંચમું સ્થાન મેળવ્યું હતું.
આ પણ વાંચો :-