Sunday, Mar 23, 2025

ગુજરાતમાં આગામી ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ

2 Min Read

ગુજરાતમાં વરસાદે વિરામ લેતા તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. હવામાં ભેજનું પ્રમાણ વધવાથી લોકો બફારાથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. બીજી બાજુ બંગાળની ખાડીની સિસ્ટમના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની શક્યતા દર્શાવી છે.

હાલ સર્જાયેલી સિસ્ટમના કારણે ત્રણ દિવસમાં લગભગ સમગ્ર રાજ્યમાં વરસાદની શક્યાતા છે. જેમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધારે રહેવાની શક્યતા છે. જેમાં 24મી અને 25મી સપ્ટેમ્બરે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, અને દાદરા નગર હવેલીમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી છે. દરમિયાન આજે વહેલી સવારે અમદાવાદના પુર્વ વિસ્તારમાં વરસાદી છાટાં પડ્યા હતાં.

અંબાલાલ પટેલની આગાહી- 'મેઘરાજા વધુ એક વખત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ઘમરોળશે, 17 જુલાઈ કોસ્ટલ એરિયામાં તૂટી પડશે ભારે વરસાદ' | ambalal patel ...

25મી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે દક્ષિણ ગુજરાત પ્રદેશના સુરત, ડાંગ, નવસારી અને તાપી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

26મી તારીખે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે ગીર સોમનાથ, દીવ, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના કોઈપણ જિલ્લામાં વરસાદની કોઈ વોર્નિંગ નથી.

27મી તારીખે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ તથા દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં તથા દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે બોટાદ, અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના કોઈપણ જિલ્લામાં વરસાદની કોઈ વોર્નિંગ નથી.

આ પણ વાંચો :-

Share This Article