Sunday, Dec 7, 2025

ભારે કરી હો ! હજુ પણ એવી પત્ની શોધું છું જે મને સમજે… 63 વર્ષમાં 53 વખત લગ્ન કરી ચૂક્યો છે આ શખ્સ, તોય ધરાતો નથી બોલો !

3 Min Read

Heavily done! Still looking for a wife who

  • 63 વર્ષના જીવનમાં 53 લગ્ન કર્યા, વિદેશ યાત્રા દરમિયાન પત્નીની ખામી ન વર્તાઇ આટલા માટે તેઓ જ્યાં જ્યાં ફર્યા ત્યાં લગ્ન કરી લીધા.

એક વ્યક્તિ તેના જીવનમાં કેટલી વખત લગ્ન કરી શકે છે…એક, બે, ત્રણ કે ચાર. પણ જો કોઈએ તેના 63 વર્ષના જીવનમાં 53 લગ્ન કર્યા હોય તો ? આ સાંભળીને તમે શું કહો ? જણાવી દઈએ કે આ ખાલી કહેવા માટે નથી કહેતા પણ આ એક સાચો કિસ્સો છે. સાઉદી અરેબિયાના (Saudi Arabia) રહેવાસી અબુ અબ્દુલ્લાને (Abu Abdullah) આ સદીના સૌથી મોટા બહુપત્નીત્વવાદી કહી તો એ કોઈ ખોટી વાત નહીં હોય.

અબ્દુલ્લાએ છેલ્લા 63 વર્ષમાં 53 લગ્ન કર્યા છે અને આવું એટલા માટે કે વિદેશ યાત્રા દરમિયાન પત્નીની ખામી ન વર્તાઇ આટલા માટે તેઓ જ્યાં જ્યાં ફર્યા ત્યાં લગ્ન કરી લીધા છે. અબ્દુલ્લા એ કહ્યું હતું કે આમ કરવાથી તે બહારની ખરાબીઓથી દૂર રહે છે તે એવો પણ દાવો કરે છે કે તેને કોઈપણ પત્ની સાથે અન્યાય કર્યો નથી, બધા સાથે સમાન વ્યવહાર કર્યો છે અને સમાન અધિકાર આપ્યા છે.

20 વર્ષે પહેલા લગ્ન કર્યા હતા :

અબુ અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે જ્યારે પ્રથમ લગ્ન થયા ત્યારે તેઓ માત્ર વીસ વર્ષના હતા અને તેની પત્ની અને બાળક સાથે ખુશ હતા પણ ત્રણ વર્ષ વીતી ગયા પછી કેટલાક એવા સંજોગો ઉભા થયા કે તેને ફરીથી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો અને 23 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા. સાથે એમને એમ પણ જણાવ્યું હતું કે જ્યારે તેને પહેલી વખત લગ્ન કર્યા એ સમયે તેની પત્ની તેના કરતા છ વર્ષ મોટી હતી.

વિદેશ યાત્રા પર આ કારણે કર્યા લગ્ન :

અબુ અબ્દુલ્લાનું કહેવું છે કે તેણે પોતાના 53 લગ્નોમાં વધુ પડતી સાઉદી મહિલાઓ સાથે લગ્ન કર્યા છે પણ આ સાથે જ ઘણી વિદેશી મહિલાઓ સાથે લગ્ન પણ કર્યા છે. એમને જણાવ્યું હતું કે તેઓ ત્રણથી ચાર મહિના માટે વિદેશ બિઝનેસ ટૂર પર રહેતા હતા અને આ દરમિયાન તેને વિદેશી મહિલાઓ સાથે વિદેશમાં લગ્ન કર્યા હતા.

કાકા જોતા જ રહ્યાં અને એક ટાબરિયું બિન્દાસ્ત બાઈક પર લટકાવેલી થેલી લઈને ફરાર, સીસીટીવીનો વીડિયો વાયરલ | Gujarat Guardian

અબ્દુલ્લાએ કહ્યું કે હું ત્રણ-ચાર મહિના વિદેશમાં રહેતો હતો અને એટલા માટે જ મેં મારી જાતને ખરાબ કામોથી બચાવવા માટે વિદેશી સ્ત્રીઓ સાથે લગ્ન પણ કર્યા હતા.

કેમ કર્યા આટલા બધા લગ્ન :

સાઉદી અરેબિયાના રહેવાસી અબુ અબ્દુલ્લાએ જણાવ્યું કે 63 વર્ષમાં 53 લગ્ન એમને પોતાના મનની શાંતિ અને સ્થિરતા માટે કર્યા હતા. તે એવી પત્નીની શોધમાં હતો જે તેને સમજી શકે અને તેને શાંતિ આપે અને એ હંમેશા એવી સ્ત્રીની શોધમાં રહે છે જે તેને ખુશ કરી શકે. અબુનું કહેવું છે કે તેને અત્યાર સુધીમાં સૌથી ટૂંકા લગ્ન કર્યા હતા જે માત્ર એક જ રાતમાં તૂટી ગયા હતા.

આ પણ વાંચો :-

Share This Article