સુરત પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટબલએ ઘરમાં ઘૂસી યુવતી સાથે દુષ્કર્મ કર્યું

Share this story

સુરતમાં ગતરોજ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બળાત્કારીઓને ગુજરાતમાં કડકમાં સજા મળતી હોવાની વાત કરી હતી. ત્યારે એ જ દિવસે ઉધના પોલીસના વહીવટદારે બેંકમાં નોકરી કરતી ડિંડોલીની યુવતી પર લગ્ન કરવા માટે દબાણ ઉભું કરી એસિડ એટેક કરવાની ધમકી આપી રેપ કરતા યુવતીએ ડિંડોલી પોલીસમાં ફરિયાદ આપી છે. ઉધના પોલીસના હે.કો. રણજીતસિંહ મોરી સામે પોલીસે રેપનો ગુનો દાખલ કરતા તે ફરાર થયો છે.

દોઢેક વર્ષ પહેલા આ રણજિતસિંહએ યુવતીને કહ્યુ કે તુ મારી સાથે લગ્ન કર નહીંતર તને હુ શહેરમાં જીવવા નહીં દઇશ તેમ છતા યુવતીએ રણજીત મોરીનો પ્રતિકાર કરતા રણજીતે ઝેરી દવા પીવાનુ નાટક કરીને યુવતીને શરણાગતિ કરવા માટે મજબૂર કરી દીધી હતી. તેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની ધમકી આપીને યુવતીને અનહદ રીતે માનસિક યાતના આપવામાં આવી હતી.

દરમિયાન રણજીતસિંહનો સાળો જયેશે પણ યુવતીને તેના બનેવી સાથે લગ્ન કરવા માટે ધાક ધમકી આપી હતી. અમારા રાજપૂતમાંતા 3 અને 4 લગ્ન થાય છે તેમ જણાવીને યુવતીને સતત માનસિક યાતના આપી હતી. હોસ્પિટલમાં રણજીત મોરીનાં સાળો યુવતીને રાજપૂત સમાજના રાજ્યમાં ઘણા બધા પોલીસ વિભાગમાં હોવાનું કહી ધમકાવી હતી.

ઉલ્લેખનીય છે, ઉધના પોલીસનો હેડ કોન્સ્ટેબલ રણજીત મોરી અને સલાબતપુરા મથકનો પોલીસકર્મી જયેશ જે રણજીતનો સાળો છે. બંનેએ મળીને મહિલાને ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ક્યારેક દુષ્કર્મનો વીડિયો વાયરલ કરવાની ધમકી તો, ક્યારેક મહિલાના 12 વર્ષના ભાણેજનું અપહરણ કરવાની ધમકી આપી હતી. મહિલાને પામવા માટે આપઘાતનો પ્રયાસ પણ કર્યો હોવાના આક્ષેપ છે.

આપને જણાવી દઇએ, હેડ કોન્સ્ટેબલ રણજીત મોરી પરિણીત છે અને બે બાળકોનો પિતા પણ છે. મહત્વનું છે, આ મહિલા એ જ બેંકમાં નોકરી કરે છે. જે બેંકમાં પોલીસ કર્મીઓનો પગાર થતો હતો. આ રીતે બંને એક બીજાના સંપર્કમાં આવ્યા હતા. જો કે હવે મહિલાએ કંટાળીને પોલીસ મથકે ફરિયાદ કરી કાર્યવાહીની માગ કરી છે.

આ પણ વાંચો :-