HomeGujaratભારત-પાકિસ્તાન મેચને લઈને સ્ટેડિયમની સુરક્ષાનું હર્ષ સંઘવીએ કર્યું નિરીક્ષણ

ભારત-પાકિસ્તાન મેચને લઈને સ્ટેડિયમની સુરક્ષાનું હર્ષ સંઘવીએ કર્યું નિરીક્ષણ

Date:

Related stories

ઉત્તરકાશીમાં સુરતના શ્રદ્ધાળુઓની કાર ભાગીરથી નદીમાં ખાબકતાં 4નાં મોત, 2 મહિલાઓ લાપતા; બચાવ કામગીરી તેજ

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર ગુરુવારે સવારે એક...
spot_img

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર ભારત-પાકિસ્તાન મેચને લઈને સુરક્ષાના મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા કરી. હર્ષ સંઘવી દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સમીક્ષા કરવામાં આવી છે. હર્ષ સંઘવીની સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ સુરક્ષાના મુદ્દે સમીક્ષા કરી. જે બાદ સુરક્ષાને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીએ બેઠક યોજી છે. આ બેઠકમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ મલેક સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર છે. આપને જણાવી દઈએ કે, 14મી ઓક્ટોબરે અમદાવાદમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત 7 હજારથી વધુ પોલીસ જવાનનો તૈનાત રહેશે.ભારત પાકિસ્તાન મેચના ચાહકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હોટેલ બુકિંગથી લઈને ટ્રેન અને ફ્લાઈટ ટિકિટનું બુકિંગ અગાઉથી થઈ ગયું છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસની ટીમો દોડતી થઈ હતી. પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે હવે મૂળ મધ્યપ્રદેશના વીડિયો બ્લોગર કરણ માળી નામના યુવકને રાજકોટથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories