Saturday, Sep 13, 2025

ગુજરાતી ગાયક કીર્તિદાન ગઢવી પહેલીવાર એવો ડાયરો કરશે જેમાં રૂપિયા નહિ ઉડે !

3 Min Read

Gujarati singer Kirtidan Gadhvi  

  • Hanuman Temple : રાજ્યમાં પ્રથમવાર પશુઓ માટે રોટલીયોત્સવ રાખવામાં આવયો છે, જેમાં કીર્તદાન ગઢવીના લોકડાયરામાં રોટલો કે રોટલી જોવા મળશે.

ગુજરાતમાં પહેલીવાર એવો ડાયરો યોજાશે જેમાં રૂપિયા નહિ ઉડે. આ ડાયરામાં રોટલીઓનો વરસાદ થશે. રાજ્યમાં પ્રથમવાર પશુઓ માટે રોટલીયોત્સવ (Bread festival) આયોજિત કરાયો છે. આ લોકડાયરો જાણીતા ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી (Kirtidan gadhvi) ગજવશે. જેમાં લોકો પાસેથી રૂપિયાના બદલે રોટલા અને રોટલી લેવામાં આવશે.

મંદિરમાં ચઢે છે રોટલીઓનો પ્રસાદ  :

અબોલ પશુ પક્ષીઓના ભૂખ્યાં પેટનો ખાડો પુરે તેવું એકમાત્ર મંદિર પાટણમાં આવેલું છે. આ મંદિરમાં માત્ર રોટલીનો જ પ્રસંદ ચઢે છે. પાટણના હાંસાપુર રોડ ઉપર આવેલુ રોટલીયા હનુમાન મંદિર એ સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવું મંદિર છે કે જે મંદિરનો ઉદ્દેશ અનોખો છે. આમ તો હનુમાન દાદાના મંદિરે સિંદૂર કે વડા ચઢાવાતા હોય છે. પરંતુ પાટણમાં આવેલ રોટલીયા હનુમાનને માત્ર રોટલા તેમજ રોટલીનો પ્રસાદ ચડે છે. હનુમાનના નામની વાત કરવામાં આવે તો હનુમાન દાદાના અનેક નામ છે.

પરંતુ રોટલીયા હનુમાન દાદા એ સમગ્ર જગતમાંનાં એકમાત્ર પાટણમાં છે. આ રોટલીયા હનુમાન અબોલ જીવોના પેટનો ખાડો પુરવાનું કામ કરે છે. આ વાત જાણીને આશ્ચર્ય થશે કે હનુમાન દાદા અબોલ જીવોના પેટનો ખાડો કેવી રીતે પૂરતા હશે. તો અમે આપને જણાવી દઈએ કે અહીં રોટલીયા હનુમાન મંદિરે હનુમાન દાદાને રોટલી કે રોટલા સિવાયનો અન્ય કોઈપણ જાતનો પ્રસાદ ચડતો નથી.

પાટણ તેમજ આસપાસના લોકો રોટલીયા હનુમાન દાદાનાં દર્શને આવે ત્યારે ઘરેથી રોટલી કે રોટલો જરૂર લેતા આવે છે. તો સાંજ પડે મોટી માત્રામાં રોટલા રોટલીઓ મંદિરના વ્યવસ્થાપકો ભેગા કરે છે અને તે રોટલાઓને અબોલ શ્વાનોને ખવડાવવામાં આવે છે. રોટલીયા હનુમાન મંદિરથી આજે પાટણ શહેરના અનેક શ્વાનો આનંદથી રોટલા રોટલી ખાઈને પોતાની જઠરાગ્ન ઠારી રહ્યાં છે.

કીર્તિદાનના ડાયરામાં રોટલીઓ આવશે :

16 એપ્રિલે આ મંદિરને એક વર્ષ પૂરુ થઈ રહ્યું છે. ત્યારે આ પ્રંસગે 16 એપ્રિલના રોજ રોટલીયોત્સવનું આયોજન કરાયું છે. જેમાં પ્રેક્ષકો પાસેથી ટિકિટ રૂપિયે રૂપિયાના બદલે રોટલા કે રોટલી લેવામા આવશે. ડાયરામાં આવનાર માટે રોટલો કે રોટલી લઈ આવવું ફરજિયાત છે. તેને ગેટ પર આપ્યા બાદ જ પ્રવેશ મળશે.

આ પણ વાંચો :-

Share This Article