HomeGujaratગુજરાત હાઇકોર્ટ તરફથી આસારામને મોટી રાહત, હંગામી જામીન 7 જુલાઈ સુધી લંબાવાયા

ગુજરાત હાઇકોર્ટ તરફથી આસારામને મોટી રાહત, હંગામી જામીન 7 જુલાઈ સુધી લંબાવાયા

Date:

Related stories

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...

તમારા સવાલ જવાબ આપવાના બદલે આ AI સિસ્ટમએ કરી ત્રણ કંપની હેક!

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)...

ઓલપાડના અમીષ પટેલનું મોત અકસ્માત કે ષડયંત્ર? ઓડિયો ક્લિપથી ખૂલ્યું રહસ્ય

શું સુરતના ઓલપાડમાં સર્જાયેલો એક ભયાનક 'અકસ્માત' હકીકતમાં એક...
spot_img

ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે (27 જૂન)ના રોજ દુષ્કર્મ કેસ મામલે આસારામને મોટી રાહત આપી છે. કોર્ટે તેની કામચલાઉ જામીનને 7 જુલાઈ સુધી લંબાવી દીધા છે. આ કેસમાં તે આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.

જસ્ટિસ ઇલેશ વોરા અને સંદીપ ભટ્ટની ખંડપીઠે અરજીની સુનાવણી દરમિયાન આસારામના હંગામી જામીનને ત્રણ મહિના લંબાવી દીધા હતા, જે અગાઉ 28 માર્ચે આપવામાં આવ્યા હતા. તે જામીન 30 જૂને પૂરા થઈ રહ્યા હતા.

વકીલે શું કહ્યું?
86 વર્ષીય આસારામ સ્વાસ્થ્ય સંબંધિ સમસ્યાને લઈને જામીન પર છે. જામીન એટલા માટે વધારવામાં આવ્યા છે જેથી તેમનો વકીલ અરજીમાં જરૂરી દસ્તાવેજો જમા કરાવી શકે. આ મામલા પર આગામી સુનાવણી 2 જુલાઈએ થશે.

આસારામના વકીલે દસ્તાવેજો જમા કરવા માટે વધુ થોડા દિવસનો સમય માગતા દાવો કર્યો કે કોર્ટે 28 માર્ચે હંગામી જામીન આપ્યા બાદ જોધપુર હાઇકોર્ટમાંથી આદેશ મળવાની પ્રક્રિયાને કારણે 10 દિવસ બરબાદ થઈ ગયા હતા અને આસારામને 9 એપ્રિલે છોડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું, ‘તેથી હું બે દિવસનો સમય આપવા વિનંતી કરું છું જેથી જો સોમવારે આ મામલે સુનાવણી થાય, તો હું દસ્તાવેજો રૅકોર્ડ પર રાખી શકું અને તેને વેરિફાઇ કરી શકું.’

કોર્ટે શું કહ્યું?
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે ‘વર્તમાન મામલાના વિશિષ્ટ તથ્યો, ખાસ કરીને નાલસા (નેશનલ લિગલ સર્વિસ ઓથોરિટી)થી પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, અમે અસ્થાયી જામીનને 7 જુલાઈ સુધી લંબાવી રહ્યા છીએ.’

હાઇકોર્ટે 28 માર્ચે આસારામને ત્રણ મહિના માટે હંગામી જામીન આપ્યા હતા કારણ કે સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને આપવામાં આવેલા વચગાળાના જામીન 31 માર્ચે પુરા થઈ રહ્યા હતા. ઉચ્ચ ન્યાયાલયની એક ખંડપીઠે વિભાજિત ફેંસલો સંભળાવ્યો હતો. ત્યારબાદ આ મામલાને ત્રીજા ન્યાયાધીશ પાસે મોકલવામાં આવ્યો હતો, જેમણે આસારામને ત્રણ મહિનાના હંગામી જામીન આપવાના પક્ષમાં ફેંસલો સંભળાવ્યો છે.

Subscribe

Latest stories