Friday, Oct 24, 2025

રેલવે પ્રવાસીઓ માટે ગુડ ન્યુઝ : હવેથી AC 3-ટાયર ઈકોનોમી ક્લાસના ભાડામાં મોટી રાહત, મળશે રિફન્ડની પણ સુવિધા

3 Min Read

Good news for railway travelers 

  • રેલવેએ AC-3 ઈકોનોમી ક્લાસનું ભાડું સસ્તુ કરી દીધું છે. સાથે જ બેડિંગ રોલની વ્યવસ્થા પહેલાની જેમ લાગૂ રહેશે. હવે ટ્રેનના AC-3 ઈકોનોમી કોચમાં સફર કરવી ફરી સસ્તી થઈ ગઈ છે.

બુધવારે એટલે કે આજથી જૂની વ્યવસ્થા ફરી શરૂ કરવાનો નિર્ણય લાગૂ થઈ ગયો છે. રેલવે અધિકારીઓના (Railway Officer) અનુસાર આ નિર્ણય હેઠળ ઓનલાઈન અને કાઉન્ટરથી ટિકીટ લેનારા મુસાફરોને પ્રી-બુક કરાયેલી ટિકિટના વધારાના પૈસા પરત કરાશે.

સામાન્ય AC-3થી ઓછું કરાયું AC-3 ઈકોનોમી ક્લાસનું ભાડું :

નવા આદેશ અનુસાર ઈકોનોમી ક્લાસ (Economy class) સીટનું આ ભાડુ,સામાન્ય AC-3થી ઓછું કરાયું છે. જોકે, ગત વર્ષ રેલવે બોર્ડે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જેમાં એસી થ્રી ઈકોનોમી કોચ (AC Three Economy Coach) અને એસી થ્રી કોચનું ભાડું બરાબર કરી દીધું હતું. નવા નોટિફિકેશન અનુસાર ભાડું ઓછું થવાની સાથે જ ઈકોનોમી કોચમાં પહેલાની જેમ ધાબળો અને ચાદર આપવાની વ્યવસ્થા લાગૂ રહેશે.

સસ્તી એર કંડીશનર રેલવે યાત્રા સેવા છે ઈકોનોમી AC-3 કોચ :

જોકે ઈકોનોમી એસી થ્રી કોચ સસ્તી એર કંડીશનર રેલ યાત્રા સેવા છે. ઈકોનોમી એસી થ્રી કોચની શરૂઆત સ્લીપર ક્લાસના મુસાફરોને સૌથી સારી અને સૌથી સસ્તી એસી યાત્રા ઉપલબ્ધ કરાવવા માટે હતી. આ કોચનું ભાડુ સામાન્ય એસી થ્રી સેવાના મુકાબલે 6-7 ટકા સુધી ઓછું રહે છે.

AC 3 ઈકોનોમીમાં બર્થની સંખ્યા 80 હોય છે :

રેલવે અધિકારીઓના અનુસાર એસી થ્રી કોચમાં બર્થની સંખ્યા 72 હોય છે, જ્યારે એસી થ્રી ઈકોનોમીમાં બર્થની સંખ્યા 80 હોય છે. એવું એટલા માટે થઈ શકે છે. કારણ કે એસી થ્રી કોચની અપેક્ષા એસી થ્રી ઈકોનોમી કોચના બર્થની પહોળાઈ ઓછી હોય છે.

એજ કારણ છે કે આનાથી રેલવે ઈકોનોમી એસી થ્રી કોચ પહેલા જ વર્ષમાં 231 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આંકડા અનુસાર માત્ર એપ્રિલ-ઓગસ્ટ, 2022 દરમિયાન આ ઈકોનોમી કોચથી 15 લાખ લોકોએ મુસાફરી કરી અને તેનાથી 177 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી.

રેલવેની કમાણી પર નહીં થાય અસર :

તેનાથી એ પણ સ્પષ્ટ છે કે આ કોચની શરૂઆત સામાન્ય એસી-3 શ્રેણીથી થનારી કમાણી પર કોઈ અસર નહીં પડે. એટલા માટે રેલવેએ હવે એસી થ્રી ઈકોનોમીનું ભાડુ હજુ ઘટાડી દીધું છે.

આ પણ વાંચો :-

Share This Article