Wednesday, Oct 29, 2025

VIDEO : જર્મન દૂતાવાસ પણ આવી ગયું નાટુ નાટુના જાદૂમાં, દિલ્હીમાં રાજદૂત અધિકારીઓ સાથે થીરક્યાં

1 Min Read

German embassy also comes

  • ભારતમાં જર્મનીના રાજદૂત ડોક્ટર ફિલિપ એકરમેને દિલ્હીમાં તેમની ટીમ સાથે આ વાયરલ ગીત પર ડાન્સ કરી જીતને વધાવી હતી.

ફિલ્મ મેકર એસએસ રાજમોલીની (SS Rajamoli) આરઆરઆર ફિલ્મના સૌથી લોકપ્રિય ગણાતા નાટુ નાટુ સોંગએ શ્રેષ્ઠ ગીતોની શ્રેણીમાં ઓસ્કાર એવોર્ડ (Oscar Award) જીતી અને દુનિયામાં ડંકો વગાડી દીધો છે. ત્યારે ભારતમાં જર્મનીના રાજદૂત ડોક્ટર ફિલિપ એકરમેને (German Ambassador Dr. Philipp Ackermann) દિલ્હીમાં તેમની ટીમ સાથે આ વાયરલ ગીત પર ડાન્સ કરી જીતને વધાવી હતી. એટલું જ નહીં ત્યારબાદ ટ્વિટર પર એમબેસીડર એકરમેને પોતાનો વિડીયો અપલોડ કરી અને શેર કર્યો હતો.

શું ભારતનું સૌથી પ્રસિદ્ધ ગીત છે ?

આ દરમિયાન તેઓ દિલ્હીના ચાંદની ચોક પર રિક્ષામાંથી ઊતરી અને એક દુકાનદારને સવાલ કરતા જોવા મળી રહ્યા છે. તેમાં કહી રહ્યા છે કે શું આ ભારતનું સૌથી પ્રસિદ્ધ ગીત છે. પછી દુકાનદાર પણ એમ્બેસેડરને જલેબીની પ્લેટ રાજદૂતને આપે છે બાદમાં લાકડી પણ આપે છે જેમાં દક્ષિણ કોરિયાનો ધ્વજ અને નાટુ નાટુ છપાયેલું હોય છે.

આ પણ વાંચો :-

Share This Article