Wednesday, Mar 19, 2025

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોલ્ફ કોર્સમાં ફરી એકવાર ફાયરિંગ, આરોપીની ધરપકડ

2 Min Read

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફરી હુમલો થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને નિશાનો બનાવી ગોળી ચાલી છે. જો કે, આ ગોળીબારમાં ટ્રમ્પ એકદમ સેફ છે. રિપબ્લિકન કેન્ડિડેટ ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડા સ્થિત ઇન્ટરનેશનલ ગોલ્ફ કોર્સ પાસે આ ગોળીબાર થયો. લગભગ 2 જ મહિનાની અંદર આ બીજી ઘટના છે, જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પને ટાર્ગેટ કરી ગોળી ચાલી છે. એ પહેલા જુલાઈમાં પેન્સિલવેનિયાની એક રેલી દરમિયાન એમના પર ગોળી ચાલી હતી. FBIએ આ ગોળીબારને હત્યાનો પ્રયાસ ગણાવ્યો છે. હાલ, ડોનાલ્ડ ટ્રમ્પ સેફ છે અને એમણે કહ્યું, “તેઓ નહિ નમે અને ન તો સરેન્ડર કરશે.

હાલ, ડોનાલ્ડ ટ્રમ્પને ટાર્ગેટ કરી ગોલ્ફ કોર્સ પાસે ગોળી ચલાવવા વાળા વ્યક્તિને અરેસ્ટ કરી લેવામાં આવ્યો છે. એની પાસેથી અમેરિકી પોલીસે એકે-47 રાઇફલ કબજે કરી છે. લો ઇન્ફોર્સમેન્ટ ઓફિસરો અનુસાર, જ્યારે આરોપી કારમાંથી બહાર નીકળ્યો ત્યારે એની પાસે હથિયાર ન હતા. હુમલાખોરનું નામ રેયાન વેસ્લી રાઉથ છે. એણે ઝાડીઓમાં રાઇફલ અને અન્ય સામાન છોડી દીધો. લો ઇન્ફોર્સમેન્ટ ઓફિસરોને એકે-47ની રાઇફલ મળી, જેમાં એક સ્કોપ હતો. ત્યાર બાદ બે બેકપેક્સ, જે લટકેલા હતા અને એમાં સિરામિક ટાઇલ હતી અને એક ગોપ્રો. આરોપી ઝાડીઓમાં છુપાયેલો હતો અને ત્યાંથી ટ્રમ્પને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યો હતો.

ટ્રમ્પ પર હુમલો કરનાર 58 વર્ષીય રેયાન વેસ્લી રાઉથની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જણકારી મળી છે કે રેયાન હવાઈનો રહેવાસી છે. તે ટ્રમ્પ ઈન્ટરનેશનલ ગોલ્ફ ક્લબ પાસે શંકાસ્પદ રીતે મળી આવ્યો હતો. તેમજ રેયાનનું નામ પહેલાથી જ અનેક ડાબેરી ચળવળો સાથે સંકળાયેલું છે.

આ પણ વાંચો :-

Share This Article