Sunday, Sep 14, 2025

હત્યાના ૧૧ દિવસ બાદ મળી દિવ્યા પહુજાની લાશ, હરિયાણા પોલીસને મળી સફળતા

2 Min Read

હરિયાણાના ગુરુગ્રામમાં મોડલ દિવ્યા પાહુજા હત્યા કેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસને દિવ્યા પાહુજાનો મૃતદેહ ટોહાના કેનાલમાંથી મળી આવ્યો છે. કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢ્યા બાદ પોલીસે તેની તસવીરો દિવ્યાના પરિવારજનોને મોકલી હતી, જેને જોઈને તેઓએ મૃતદેહની ઓળખ કરી હતી.

બલરાજે ખુદ પોલીસને જણાવ્યું હતું કે હત્યા બાદ દિવ્યાની લાશ હરિયાણાની ટોહાના કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી. ૨ જાન્યુઆરીએ ગુરુગ્રામની ધ સિટી પોઈન્ટ હોટલમાં દિવ્યાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને હોટલ માલિક અભિજીત સિંહે અંજામ આપ્યો હતો. કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢ્યા બાદ પોલીસે દિવ્યાના પરિવારજનોને તેનો ફોટો મોકલ્યો હતો, જે જોયા બાદ તેઓએ લાશની ઓળખ કરી હતી. ગુરુગ્રામ ક્રાઈમ બ્રાન્ચની ૬ ટીમો મૃતદેહની શોધમાં વ્યસ્ત હતી.

બીજી જાન્યુઆરીએ ગુરુગ્રામની ધ સિટી પોઈન્ટ હોટલના રૂમ નંબર ૧૧૧માં દિવ્યા પાહુજાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને હોટલ માલિક અભિજીત સિંહે અંજામ આપ્યો હતો. આ કેસમાં પશ્ચિમ બંગાળમાંથી પકડાયેલા બલરાજ નામના આરોપીની પૂછપરછ કર્યા બાદ હરિયાણા પોલીસને દિવ્યા પાહુજાનો મૃતદેહ મળી આવ્યો છે. બલરાજે પોતે જ પોલીસને જણાવ્યું હતું કે તેણે દિવ્યાની લાશને હરિયાણાની ટોહાના કેનાલમાં ફેંકી દીધી હતી. દિવ્યા પાહુજા હત્યા કેસના મુખ્ય આરોપી અભિજીત સિંહે મૃતદેહને સગેવગે કરવાનું કામ બલરાજ ગિલને સોંપ્યું હતું.

બલરાજ દેશ છોડીને બેંગકોક ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો. તેની અને રવિ બંગાની કોલકાતા એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. બલરાજ ગીલે દિવ્યાના મૃતદેહને તેના માલિક અભિજીતની BMW કારની ડેક્કી નાખી, સગેવગે કરવા નીકળ્યો હતો. આ કામમાં રવિ બંગા તેનો સાથ આપ્યો હતો.

આ પણ વાંચો :-

Share This Article