લિકર નીતિને કારણે દિલ્હી સરકારને 2000 કરોડનું નુકસાન, જાણો કેગ રિપોર્ટમાં….

Share this story

દિલ્હી ચૂંટણી પહેલાં દિલ્હી લિકર પોલિસી પર કેગ રિપોર્ટ આવી ગયો છે. દિલ્હી સરકારની હવે રદ થઈ ચૂકેલી આબકારી નીતિ પર કેગના રિપોર્ટમાં અનેક ખામીઓને ઉજાગર કરવામાં આવી છે. જેમાં ચોંકાવનારા તથ્યો પ્રકાશમાં આવ્યા છે. લિકર કૌભાંડથી સરકારી તિજોરીને 2,026 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભાજપનો આરોપ છે કે, નીતિના અમલીકરણમાં ખામી રહી છે. આપ નેતાઓને પણ લાંચ મળી છે. દારૂ કૌભાંડને કારણે થયેલા નુકસાનનો આંકડો પહેલી વાર સામે આવ્યો છે.

આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકારી તિજોરીને રૂ. 2026 કરોડનું નુકસાન થયું છે. કેજરીવાલ સરકાર દ્વારા ખોટમાં હોવા છતાં કેટલાક બિડરોને લાઇસન્સ આપવામાં આવ્યા હતા, જેનાથી અનેક સવાલો ઊભા થયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આમ આદમીને નુકસાન વેઠવું પડ્યું હતું, જ્યારે આપ નેતાઓને લાંચ મળી હતી. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે મનીષ સિસોદિયા અને તેમના મંત્રીઓએ નિષ્ણાતોની પેનલે કરેલી ભલામણો પર ધ્યાન નહોતું આપ્યું. દારૂની દુકાનો માટે લાઇસન્સ જારી કરવામાં ઉલ્લંઘન થયું હતું.

લિકર કૌભાંડ અંગે ભાજપના દાવા પર AAP નેતા સંજય સિંહે જણાવ્યું હતું કે, ‘આ CAG રિપોર્ટ ક્યાં છે? આ દાવાઓ ક્યાંથી આવી રહ્યા છે? શું આ ભાજપ કાર્યાલયમાં સુપરત કરવામાં આવ્યું હતું? ભાજપના નેતાઓએ પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે. એક તરફ તેઓ દાવો કરે છે કે CAG રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો નથી, તો બીજી તરફ તેઓ આવા દાવા કરે છે?

દિલ્હી સરકારના નુકસાનની વિગતો આપતાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કેટલાક રિટેલરને નીતિ ખતમ થતાં પહેલાં લાઇસન્સ સરન્ડર કરી દીધાં હતાં. સરકારે તેમનો ફરીથી ટેન્ડર નહોતાં આપ્યાં. એને કારણે રૂ. 890 કરોડનું નુકસાન થયું હતું. આ ઉપરાંત સરકારે કેટલાક લાઇસન્સધારકોને છૂટ આપી હતી. આ કારણે પણ રૂ. 941 કરોડનું નુકસાન થયું હતું. વળી સરકારે કોરોના મહામારીમાં પ્રતિબંધને કારણે રૂ. 144 કરોડની લાઇસન્સ ફી પણ માફ કરી દીધી હતી, જેથી આવકમાં મોટું નુકસાન થયું હતું, એમ રિપોર્ટ કહે છે.

આ પણ વાંચો :-