Saturday, Sep 13, 2025

મશરૂમની ખેતી કરો ક્યારેય નોકરીની નહીં પડે જરૂર….

3 Min Read

Cultivate mushroom

  • Mushroom Farming : દેશમાં મશરૂમની માંગ ખૂબ જ ઝડપથી વધી છે. જેના લીધે મશરૂમની ખેતીમાં કમાણીના પણ ઉજ્જવળ ચાન્સ છે. છત્તીસગઢ કૃષિ વિભાગના વૈજ્ઞાનિકોની સલાહ પર અંબિકાપુરમાં મા દુર્ગા લક્ષ્મી જૂથની મહિલાઓ મશરૂમનું (Mushroom) ઉત્પાદન કરીને દર મહિને 3 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી રહી છે.

દેશમાં મશરૂમની માંગ ખૂબ જ ઝડપથી વધી છે. જેના લીધે મશરૂમની ખેતીમાં કમાણીના પણ ઉજ્જવળ ચાન્સ છે.  છત્તીસગઢ કૃષિ વિભાગના વૈજ્ઞાનિકોની સલાહ પર અંબિકાપુરમાં મા દુર્ગા લક્ષ્મી જૂથની મહિલાઓ મશરૂમનું (Mushroom) ઉત્પાદન કરીને દર મહિને 3 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી રહી છે. ખેતરમાંથી નીકળતા ફાર્મ વેસ્ટ અને કોકો પીટનો ઉપયોગ કરીને ગોલ અને અમ્બ્રેલા મશરૂમનું ઉત્પાદન (Mushroom Production)ઝડપથી વધી રહ્યું છે. જે મહિલાઓને આવકમાં ફાયદો કરાવી રહ્યું છે.

15 દિવસની મળે છે ટ્રેનિંગ :

ઉનાળા દરમિયાન આ ખેતી કરવા માટે વહીવટીતંત્ર દ્વારા ક્લાઈમેટ કંટ્રોલ રૂમની સુવિધા અપાતાં મહિલાઓએ સ્વાવલંબી બનવાની શરૂઆત કરી છે. છત્તીસગઢ સરકાર દ્વારા 15 દિવસની તાલીમ પછી, 30 જૂથના સભ્યોએ શહેરના ગાંધીનગરમાં સ્થિત TCPC સેન્ટર શરૂ કર્યું છે. આ સેન્ટરમાં મહિલાઓ એક સાથે મળીને મશરૂમની ખેતી કરી રહી છે. આમ કોઈ પણ જગ્યાએ નોકરી કરવા જવાં કરતાં અહીં મહિલાઓ પોતાના માટે મજૂરી કરી રહી છે.

દરરોજ 50 થી 60 કિલો મશરૂમનું ઉત્પાદન :

મા દુર્ગા લક્ષ્મી ગ્રૂપ સેન્ટરમાં દરરોજ 50 થી 60 કિલો મશરૂમનું (Mushroom) ઉત્પાદન થઈ રહ્યું છે, જે રોજની 10,000 રૂપિયાથી વધુ કમાણી કરી રહ્યું છે. ચાર મહિના સુધી દરરોજ 50 કિલો મશરૂમનું (Mushroom) ઉત્પાદન કરવામાં આવશે. હવે અન્ય રાજ્યોના લોકો નિર્માતા જૂથમાં આવીને મશરૂમની માંગણી કરી રહ્યા છે. ઝારખંડમાંથી 1.10 ક્વિન્ટલનો ઓર્ડર મળ્યો હતો.

ઓનલાઈન માર્કેટ :

મહિલાઓ જે ખાદ્યપદાર્થો તૈયાર કરે છે તે હવે ઓનલાઈન વેચવાની પણ તૈયારી ચાલી રહી છે. આ માટે આ જૂથ તેમને એમેઝોન, ફ્લિપકાર્ટ તેમજ અન્ય માધ્યમો પર ઉપલબ્ધ કરાવશે જે સારો નફો કરશે. જો આ પ્રયોગ સફળ રહ્યો તો બહુ મોટો ફર્ક પડશે.

દિલ્હીથી લાવેલા બિયારણથી સારી ઉપજ :

મશરૂમની સારી ઉત્પાદન ક્ષમતા અને અનુકૂલિત આબોહવા જોઈને વૈજ્ઞાનિકોએ જૂથને દિલ્હીથી બીજ મંગાવવાનું સૂચન કર્યું. જેથી મશરૂમની ગુણવત્તામાં ઘટાડો ન થાય. આમ આ નવા બિયારણ મશરૂમની ખેતીમાં ચાર ચાંદ લગાવી રહ્યાં છે.

આ પણ વાંચો :-

 

Share This Article