પંજાબના ૭ યુવાનો સાથે રશિયન સેનાના નામે છેતરપિંડી, સૈન્યમાં સામેલ કરાયાની ફરિયાદ

Share this story

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષ કરતા પણ વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે રશિયા ફરવા ગયેલા સાત જેટલા ભારતીય યુવકોને રશિયન આર્મીમાં દગાથી ભરતી કરીને યુદ્ધ લડવા માટે યુક્રેન મોકલવવામાં આવ્યા છે. આ સાત યુવકો પંજાબના હોશિયારપુરના યુવાનોનું એક ગ્રુપ મદદ માટે સરકાર પાસે પહોંચી રહ્યું છે, એવો આરોપ છે કે તેઓ રશિયામાં લશ્કરમાં જોડાવા માટે છેતરાયા હતા અને તેમને યુક્રેન યુદ્ધમાં લડવા મોકલવામાં આવ્યા હતા. આ યુવકોનો વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ ભારત સરકારને મદદ માટે અપીલ કરી રહ્યા છે.

તેમાંથી એક ગગનદીપ સિંહે શેર કર્યું કે તેઓ શરૂઆતમાં ૯૦-દિવસના વિઝા ધરાવતા નવા વર્ષની ઉજવણી માટે ૨૭ ડિસેમ્બરે રશિયા ગયા હતા. જો કે, બાદમાં તેઓ બેલારુસ ગયા હતા. અહીંના એક એજન્ટે અમને બેલારુસ લઈ જવાની ઓફર કરી હતી. જો કે ત્યાં જવા અમને વિઝાની જરૂર છે તે અમને ખબર ન હતી. જ્યારે અમે બેલારુસ ગયા (વિઝા વગર) ત્યારે એજન્ટે અમારી પાસે વધુ પૈસા માંગ્યા અને પછી અમને છોડી દીધા હતા. પોલીસે અમને પકડીને રશિયન સત્તાવાળાઓને સોંપ્યા, જેમણે અમને દસ્તાવેજો પર સહી કરાવી હતી. હવે તેઓ અમને યુક્રેન સામેના યુદ્ધમાં લડવા માટે દબાણ કરી રહ્યા છે.

વીડિયોમાં દેખાતા સાત છોકરાઓ એ બે ડઝન લોકોમાં સામેલ છે જેઓ રશિયામાં કથિત રીતે ફસાયેલા છે. ગયા અઠવાડિયે, વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તે જમ્મુ અને કાશ્મીરના ૩૧ વર્ષીય આઝાદ યુસુફ કુમાર સહિત અન્ય સમાન ફસાયેલા લોકોના સંપર્કમાં છે. એવા પણ અહેવાલો છે કે કર્ણાટક, તેલંગાણા અને ઉત્તર પ્રદેશના લગભગ 10 લોકો આવી જ ગંભીર પરિસ્થિતિમાં છે. તેમને સિક્યોરિટી ગાર્ડ કે મજૂર હોવાના બહાને રશિયા મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-