માવઠા બાદ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

Share this story

ગુજરાતમાં ફરી પાછો વાતાવરણમાં પલ્ટાની આગાહી કરવામાં આવતા ખેડૂતોનો જીવ પડીકે બંધાઈ જવા પામ્યો છે.  ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં કચ્છ તેમજ ઉત્તર ગુજરાત સહિત રાજ્યના ઘણાં ભાગોમાં માર્ચ મહિનાની શરુઆતના બે દિવસ દરમિયાન હવામાનમાં પલટો આવ્યો હતો, આ પછી રાજ્યમાંથી વરસાદ તો જતો રહ્યો પરંતુ ફરી એકવાર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાત્રે તથા વહેલી સવારે શિયાળા જેવો અહેસાસ થઈ રહ્યો છે. હવે આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં કેવા ફેરફારો થઈ શકે છે તે અંગેની આગાહી હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા કરવામાં આવી છે.

૧૧ માર્ચ સુધી જે આગાહી કરવામાં આવી છે તેમાં હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં વરસાદ થવાની સંભાવનાઓ નથી. હવામાનમાં કોઈ મોટા ફેરફારો થવાની ચેતવણી પણ અપાઈ નથી. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો વધારો થઈ શકે છે.

 

અંબાલાલ પટેલનું કહેવુ છે કે, ગુજરાત પર એકસાથે પવનના તોફાનો, આંધી વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદ ત્રાટકશે. ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત છે. જેમાં નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૧ ડિગ્રી નોંધાયું છે. તેમજ અમદાવાદમાં ૧૫ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૪ ડિગ્રી અને અમરેલીમાં ૧૫ ડિગ્રી, રાજકોટમાં ૧૬ ડિગ્રી,  ભાવનગરમાં ૧૭ ડિગ્રી, વડોદરામાં ૧૫ ડિગ્રી તાપમાન રહ્યું છે.