રાજસ્થાનથી સુરત આવી રહેલી બસ કામરેજ નજીક મુસાફરોથી ભરેલી બસ કેનાલમાં ખાબકી

Share this story

રાજસ્થાનથી મુસાફરો ફરી સુરત આવી રહેલ બસને કામરેજના લાડવી અને કોસમાડા ગામ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસનું ટાયર ફાટી જતાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ સીધી કેનાલમાં ખાબકી હતી. અહીં કામરેજના લાડવીથી કોસમાડા જતા માર્ગ પર આવેલી કેનાલમાં મુસાફરોથી ભરેલી બસ કેનાલમાં ખાબકી ગઈ હતી. જોકે સદભાગ્યે તે સમયે કેનાલમાં વધારે માત્રામાં પાણી ન હોવાથી મોટી હોનારત થતાં ટળી હતી.ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો

આ બસમાં મુસાફરોની સંખ્યા ૬૦થી વધારે હતી. જોકે સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરતાં દરેક લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં સફળતા મળી હતી. ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો ત્યારે સારવાર માટે તાત્કાલિક સારવાર માટે ટ્રોમા સેન્ટર ખસેડવામાં આવ્યું,  અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.બસમાં ૬૦થી વધુ લોકો હોવાનું મુસાફરોએ કહ્યું હતું. જો કે, મોટાભાગના લોકોને વધુ ઈજા ન પહોંચી હોવાથી હાશકારાની લાગણી અનુભવી હતી.
ઘટના સ્થળે વાહન ચાલકો તેમજ આજુબાજુ ગામના લોકો સ્થળ પર દોડી ગયા હતા. કામરેજ પોલીસ અને કામરેજ ફાયર વિભાગની ટીમની મદદથી મુસાફરોને હેમખેમ બહાર કાઢ્યા હતા. બનેલ અકસ્માતની ઘટનામાં મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચતા હાજર ૧૦૮ની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી હતી.