દિલ્હીમાં કોચિંગ સેન્ટરો ડેથ ચેમ્બર બની ગયા, સુપ્રીમ કોર્ટનું કડક વલણ

Share this story

દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગર કોચિંગ સેન્ટરમાં થયેલા મૃત્યુ અંગે સુઓમોટો સંજ્ઞાન લેતા સુપ્રીમ કોર્ટે આજે સોમવારે કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, કોચિંગ સેન્ટરો ડેથ ચેમ્બર બની ગયા છે, જે દેશના વિવિધ ભાગોમાંથી આવતા બાળકોના જીવ સાથે રમત રમી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોને એ જણાવવા માટે પણ કહેવામાં આવ્યું છે કે, તેમણે આવી ઘટનાઓને ઘટાડવા માટે અત્યાર સુધી શું પગલાં લીધાં છે.

કોચિંગ સેન્ટર્સ ડેથ ચેમ્બર બની રહ્યાં છે', દિલ્હી કોચિંગ દુર્ઘટના પર સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો – Gujaratmitra Daily Newspaper

સુપ્રીમ કોર્ટે તેની ટિપ્પણીમાં કહ્યું હતું કે, આ ઘટના આંખ ખોલનારી છે અને કોઈપણ સંસ્થાને ત્યાં સુધી કામ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં જ્યાં સુધી તેઓ સલામતીના ધોરણોનું પાલન ન કરે. બેંચે કહ્યું કે, “કોચિંગ સેન્ટરો ઓનલાઈન કામ કરી શકે છે, જ્યાં સુધી સુરક્ષાના ધોરણો અને સન્માનપૂર્ણ જીવન માટે મૂળભૂત ધોરણોનું સંપૂર્ણ રીતે પાલન ન થતું હોય.

જસ્ટિસ સૂર્યકાન્તની આગેવાની હેઠળની બેંચે કહ્યું, અમને ખબર નથી કે દિલ્હી સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધી કયા અસરકારક પગલાં લેવામાં આવ્યા છે. કેરિયરમાં આગળ વધવા માટે કોચિંગ સેન્ટરોમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓએ જીવ ગુમાવવા પડે તે કમનસીબ ઘટના બની છે. આ ઘટના દરેક માટે આંખ ખોલનારી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે આ બાબતને જાતે ધ્યાનમાં લીધી છે. જેથી કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારને એક નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં પૂછવામાં આવ્યું છે કે કયા સલામતી ધોરણો નક્કી કરવામાં આવ્યા છે અને હવે કેવા બનાવવામાં આવશે. તેમજ તેને લાગુ કરવા માટે કેવા પ્રકારની અસરકારક પદ્ધતિ રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો :-