ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં બળવા પછી પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. શેખ હસીનાએ પણ બાંગ્લાદેશના PM પદ પરથી રાજીનામું આપીને દેશ છોડી દીધો છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે વિશ્વભરના દેશોએ ચિંતા વ્યક્ત કરી છે. આ ક્રમમાં બ્રિટને બાંગ્લાદેશમાં લોકશાહી પુનઃસ્થાપિત કરવા માટે “ઝડપી કાર્યવાહી” કરવાની અપીલ કરી છે. આ દરમિયાન ભારત પણ બાંગ્લાદેશની સ્થિતિને લઈને સંપૂર્ણ રીતે એલર્ટ છે.
BSFના મહાનિર્દેશક દલજીત સિંહ ચૌધરી અને તેમની સાથે અન્ય વરિષ્ઠ અધિકારીઓ ભારત-બાંગ્લાદેશ સરહદ સુરક્ષાની સમીક્ષા કરવા પશ્ચિમ બંગાળ પહોંચ્યા અને ટોચના અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ જરૂરી માર્ગદર્શિકા જાહેર કરી. ડીજીએ ઉત્તર ૨૪ પરગણા જિલ્લાની સરહદની પણ મુલાકાત લીધી હતી.
તાજેતરમાં, પશ્ચિમ બંગાળના ૨૪ પરગણા જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર અમુદિયા બોર્ડર ચોકી નજીક ૧૦-૧૫ બાંગ્લાદેશી ઘૂસણખોરોએ ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આવા તમામ સંવેદનશીલ પ્રવેશ બિંદુઓને ચિホતિ કરવામાં આવ્યા છે અને ત્યાં વિશેષ તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે. બાંગ્લાદેશ તરફથી, નાદિયા જિલ્લાના મલુઆપારા, હલદરપારા, બાનપુર અને મટિયારીમાં ઘૂસણખોરીના પ્રયાસોની સંભાવનાને ધ્યાનમાં રાખીને વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે. મુર્શિદાબાદ જિલ્લાના ચર્મરાશી અને માલદા જિલ્લાની સાસની બોર્ડર ચોકીના વિસ્તારો પણ સંવેદનશીલ હોવાનું કહેવાય છે. બીએસએફએ બોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશ સાથે પણ સંપર્ક સ્થાપિત કર્યો છે.
બાંગ્લાદેશમાં ચાલી રહેલી અશાંતિ દરમિયાન પ્રતિબંધિત ઈસ્લામિક આતંકવાદી સંગઠન જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ અને અંસારુલ્લા બાંગ્લા ટીમના કેટલાક સભ્યો જેલમાંથી ભાગી ગયા હોવાની બાતમી મળી છે. તેઓ ભારતમાં પ્રવેશે તેવી શકયતાઓને લઈને એજન્સીઓ સતર્ક છે. આ આતંકવાદી સંગઠનો ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સરહદી રાજ્યોમાં સક્રિય છે. અનેક પ્રસંગોએ, ભારતમાં સુરક્ષા એજન્સીઓએ પશ્ચિમ બંગાળ અને આસામમાંથી આ સંગઠનોના સભ્યોની ધરપકડ કરી છે.
આ પણ વાંચો :-