Wednesday, Mar 19, 2025

ગણેશ પંડાલમાં પથ્થરમારો બાદ સૈયદપુરામાં ગેરકાયદે બાંધકામો સામે ફેરવાયું બુલડોઝર

2 Min Read

સુરતના સૈયદપરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે તોફાની તત્વોએ ગણેશ મંડપ પર પથ્થરમારો કર્યો હતો તેના પડઘા બીજે દિવસે સાંભળવા મળ્યા. સુરત મહાનગર પાલિકા અને સુરત પોલીસે તોફાની તત્વોને પાઠ ભણાવતા જ્યાથી પથ્થરમારો થયો હતો તેની આસપાસના ગેરકાયદેસર દબાણ કડકાઈથી હટાવી દીધા હતા.

સુરતના સૈયદ પરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે કેટલાક તોફાની તત્વોએ ગણેશ પંડાલ પર પથ્થરો ફેંક્યા હતા. આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉતરી આવ્યા હતા. ગણેશ મંડપ પર પથ્થર ફેંકનારને પોલીસે ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ બંને કોમના લોકો સામસામે આવી જતા મામલો ગરમાયો હતો.

બનાવની વિગતો જોઈએ તો, સુરત શહેરમાં ગઈકાલે રાત્રે ગણેશ પંડાલમાં પથ્થરમારાની જે ઘટના બની હતી તે બાદ સુરત પોલીસે તરત જ એક્શન લીધા હતા. જેમાં 27 જેટલા અસામાજિક તત્વોને પકડી લીધા હતા. આ ઘટના બાદ હવે સુરત પોલીસની સાથે સાથે મનપા પણ એક્શનમાં આવી ગયું છે. સુરત મહાનગર પાલિકાએ ગેરકાયદેસર દબાણો દૂર કરવાનું ચાલુ કર્યું છે. સૈયદપુરા પોલીસ ચોકી નજીક ગેરકાયદેસર દબાણ ઉપર બુલડોઝર ફેરવાયું છે. જે પણ ગેરકાયદે લારી ગલ્લા તે તમામને હટાવી દેવામાં આવ્યા છે.

આ બજારમાં ઘણા સમયથી ગેરકાયદે બાંધકામ અને લારી-ગલ્લા જોવા મળતા હતા. જેના કારણે ટ્રાફિકની સમસ્યા, રાહદારીઓ માટે રસ્તો ન હોવો, નાના-મોટા અકસ્માત થવા જેવા બનાવો બનતા હતા. લોકોએ પણ આ વિસ્તારને લઈને અનેક ફરિયાદો તંત્ર સમક્ષ રજૂ કરી હતી. જે બાદ આજે તંત્ર દ્વારા તમામ ગેરકાયદે બાંધકામ સામે આંખ આડા કાન કરીને બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. પહેલા ગેરકાયદે દબાણો દૂર કરાયા હતા ત્યારબાદ બુલડોઝરથી વધારાના સ્ટ્રક્ચર દૂર કરાયા છે.

જણાવી દઈએ કે, આ કામગીરી દરમિયાન સુરત મહાનગરપાલિકાની સાથે સુરત પોલીસનું પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયું હતું. ગતરોજ ગણેશ પંડાલમાં બનેલી ઘટના બાદ હોબાળો ન થાય તેને ધ્યાનમાં રાખતા મોટી સંખ્યામાં પોલીસ બળ ગોઠવી દેવાયું હતું.

આ પણ વાંચો :-

Share This Article