HomeNationalબડગામ એન્કાઉન્ટરમાં મોટી સફળતા: લશ્કરનો ખતરનાક કમાન્ડર હાશિમ મૂસા ઠાર, 4 વર્ષ...

બડગામ એન્કાઉન્ટરમાં મોટી સફળતા: લશ્કરનો ખતરનાક કમાન્ડર હાશિમ મૂસા ઠાર, 4 વર્ષ જૂનું મોડ્યુલ તૂટ્યું

Date:

Related stories

ચકલાસી નગરપાલિકામાં ભાજપને વધુ એક ઝટકો, પ્રમુખ પ્રવિણસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામું

ખેડા જિલ્લાના ચકલાસી નગરપાલિકામાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ભાજપને વધુ...

ધરપકડ બાદ અભિજીત દીપકેને જેલમાં મોકલાશે? કોર્ટમાં થશે રજૂઆત, સુરક્ષા વધારાઈ

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના ‘લહેરા દો તિરંગા માર્ચ’...

આજનું રાશિફળ 17 ઑક્ટોબર 2026: શનિવારે જાણો મેષથી મીન રાશિનું ભવિષ્યફળ

​મેષ (Aries): શનિવાર અને મા કાલરાત્રિની આરાધનાથી શત્રુભય, નકારાત્મક...

વાગરા GIDCની ફાર્મા કંપનીના રિએક્ટરમાં ભયાનક બ્લાસ્ટ, 5 શ્રમિકોનાં મોત, 6 ઘાયલ

ભરૂચ જિલ્લાના વાગરા GIDCમાં આવેલી સેનઝીલ ફાર્માકેમ પ્રા. લિ....
spot_img

જમ્મુ-કાશ્મીરના બડગામમાં ભારતીય સેના, સ્થાનિક પોલીસ અને CRPF એ સંયુક્ત ‘ઓપરેશન કોરાગ’ ચલાવીને લશ્કર-એ-તૈયબાના ટોપ કમાન્ડર હાશિમ મૂસાને ઢેર કરી દીધો છે. યુસમર્ગના કોરાગ વિસ્તારના જંગલમાં છુપાયેલા આ આતંકીના મોત સાથે જ કાશ્મીરમાં છેલ્લા 4 વર્ષથી સક્રિય લશ્કરના 4 ખતરનાક આતંકીઓના મોડ્યુલનો સંપૂર્ણ ખાતમો થઈ ગયો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ઠાર મરાયેલો પાકિસ્તાની આતંકી મૂસા ભૂતકાળમાં પાકિસ્તાન આર્મીની SSG નો પેરા-કમાન્ડો હતો અને પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની VVIP સુરક્ષા ટીમમાં પણ સેવા આપી ચૂક્યો હતો.

મંગળવારે મોડી રાત્રે ગુપ્ત બાતમીના આધારે સંયુક્ત ટીમ દ્વારા ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં આતંકીઓએ ફાયરિંગ શરૂ કરતા સામસામે એન્કાઉન્ટર શરૂ થયું હતું. મરાયેલા આતંકીની ઓળખ મોહમ્મદ આસિફ ઉર્ફે હાશિમ મૂસા (સુલેમાન શાહ ઉર્ફે ફૌજી મૂસા) તરીકે થઈ છે. તે વર્ષ 2000માં પાકિસ્તાન આર્મીમાં ભરતી થયો હતો અને 2005માં સ્પેસિયલ સર્વિસ ગ્રુપ (SSG) ની ‘યલગાર’ બટાલિયનનો હિસ્સો બન્યો હતો. 2006થી 2009 સુધી પરવેઝ મુશર્રફની સુરક્ષામાં રહ્યા બાદ તે વર્ષ 2022માં ઘૂસણખોરી કરીને કાશ્મીરમાં દાખલ થયો હતો.

સુરક્ષા એજન્સીઓ 2022થી લશ્કર-એ-તૈયબાના આ 4 આતંકીઓના નેટવર્ક પર નજર રાખી રહી હતી. જેમાં જુનૈદ રમઝાનને ડિસેમ્બર 2024માં, અબુ તાલ્હાને એપ્રિલ 2025માં અને યાસિરને 5 સપ્ટેમ્બરે જ ઠાર કરવામાં આવ્યો હતો. આ ગ્રુપ ઓગસ્ટ 2023માં કુલગામ હુમલો (4 જવાન શહીદ), ડિસેમ્બર 2023માં પુંચ DKG હુમલો (5 જવાન શહીદ), મે 2024માં એરફોર્સના કાફલા પર હુમલો, જૂન 2024માં રિયાસીમાં શિવ ખોડી જતા યાત્રાળુઓની બસ પર હુમલો (9 શ્રદ્ધાળુઓના મોત) અને ઓક્ટોબર 2024માં બારામુલ્લામાં સેનાના કાફલા પર હુમલા સહિત અનેક ઘાતક ઘટનાઓમાં સામેલ હતું.

ભારતીય સુરક્ષાબળોએ સપ્ટેમ્બર મહિનામાં જ કુલ 5 આતંકીઓને ઢેર કર્યા છે. 5 સપ્ટેમ્બરે બડગામમાં યાસિર, 17 સપ્ટેમ્બરે ઉધમપુરમાં બે પાકિસ્તાની આતંકીઓ સદ્દામ અને મુસ્તફા માર્યા ગયા હતા, જ્યારે 9 સપ્ટેમ્બરે ડોડાના ગહન જંગલોમાંથી નાઇટ વિઝન M4 રાઇફલ સાથે એક આતંકીનો મૃતદેહ મળી આવ્યો હતો.

Subscribe

Latest stories