સુરતના અલથાન વિસ્તારમાં મહિલા મોરચાના મંત્રી દીપિકા પટેલના આપઘાત મામલે FSLમાં મોકલેલા મોબાઈલનો રિપોર્ટ આવતાની સાથે મોટો ઘટસ્ફોટ થયો છે. ખાસ કરીને ચિરાગ નામના નગરસેવકનું જે રીતે તેની સાથે નામ જોડાયેલું હતું તેના હજારોની સંખ્યામાં ફોટા મળી આવતા હવે નવો વિવાદ ઊભો થયો છે.
સુરતના અલથાન વિસ્તારમાં ભીમરાડ ગામ ખાતે રહેતી અને ભાજપની મહિલા મોરચાની પ્રમુખ દીપિકા પટેલે થોડા દિવસ પહેલા જ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી દીધો હતો. આ સમગ્ર મામલાને લઈને હાહાકાર મચી જવા પામ્યો હતો. કારણ કે આ મહિલા સાથે રહેનારો નગરસેવક ચિરાગનું નામ સામે આવતા અનેક સવાલો ઉભા થયા હતા. આ કેસને સુરતની અલથાણ પોલીસ દ્વારા ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી.
સૌપ્રથમ ચિરાગના નિવેદન બાદ ચિરાગના ફોન સાથે મૃતક દીપિકાનો ફોન FSLમાં મોકલવામાં આવ્યો હતો. જે રિપોર્ટ આવી જતા પોલીસને સોંપવામાં આવ્યો છે. ત્યારે આ રિપોર્ટમાં અનેક ઘટસ્ફોટ થયા છે. મોબાઈલમાંથી દીપિકા અને ચિરાગના હજારો સંખ્યામાં ફોટા મળી આવ્યા છે. જેને લઈને હવે પોલીસની તપાસ અલગ જ દિશામાં જઈ રહી છે. જોકે ચિરાગ આ સમગ્ર ઘટનામાં દીપિકાને પોતાની બહેન બતાવતો હતો. આવામાં અલથાણ પોલીસ રિપોર્ટને આધારે વધુ તપાસ કરશે.
આપઘાત પછી કોર્પોરેટર ચિરાગ સોલંકી જવાબદાર છે કે નહીં તે હજુ સુધી પોલીસે પણ સ્પષ્ટ કર્યું નથી. પરંતુ ફોટા અને કોલ ડેટાના આધારે દિપીકા સૌથી વધુ ચિરાગ સાથે જોડાયેલી હોવાના સજજડ પુરાવા પોલીસને મળ્યા છે. પરંતુ આપઘાત કેસમાં પરિવારના કોઈ સભ્ય દુષ્પ્રેરણ અંગેની ફરિયાદ નોંધાવે તો જ ફરિયાદ થઈ શકે તેમ હોવાથી આ કેસમાં દોઢ મહિના પછી પણ પોલીસ ફરિયાદ થઈ નથી. સમાજના સભ્યો દ્વારા પણ દિપીકાના પરિવારને ફરિયાદ નોંધાવવા માટે સમજાવ્યા હતા.
આ પણ વાંચો :-