Thursday, Oct 30, 2025

Bageshwar Dham : બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીને મળી Y કેટેગરીની સુરક્ષા

1 Min Read

Bageshwar Dham

  • Dhirendra Krishna Y category security :  ચક માટે વાઈ સિક્યોરિટીને મંજૂરી આપી છે.

જાણીતા કથાવાચક બાગેશ્વર ધામ (Bageshwar Dham) સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની (Dhirendra Krishna Shastri) સુરક્ષા વધી ગઈ છે. તેમને વાઈ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે. નોંધનીય છે કે તાજેતરમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને જાનથી મારવાની ધમકી મળી હતી. વાઈ સિક્યોરિટીમાં એક કે બે કમાન્ડો હોય છે. પોલીસકર્મીઓ (policeman) સહિત આ સુરક્ષા ઘેરામાં આઠ જવાન સામેલ હોય છે.

મળી હતી જાનથી મારવાની ધમકી :

નોંધનીય છે કે બાગેશ્વર ધામ સરકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને થોડા સમય પહેલા પરિવાર સહિત જાનથી મારવાની ધમકી મળી હતી. એક અમર સિંહ નામના વ્યક્તિએ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાકાના પુત્રને ધમકીભર્યો ફોન કર્યો હતો. કોલરે કહ્યુ હતું કે- ધીરેન્દ્ર શાસ્ત્રી પરિવાર સહિત તેરમાની તૈયારી કરી લો. આ ફોન બાદ પોલીસે એફઆઈઆર દાખલ કરી હતી.

આ પણ વાંચો :-

Share This Article