Saturday, Sep 13, 2025

વધુ એક નબીરાએ રાજકોટમાં એક્ટિવા ચાલકને ઉડાવ્યો, ૨૦ ફૂટ સુધી યુવક ફંગોળાયો

2 Min Read
  • રાજકોટના યુનિવર્સિટી રોડ પર નબીરાએ ફૂલ સ્પીડમાં કાર ચલાવી એક્ટિવા ચાલકને લીધો અડફેટે, એક્ટિવા ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો.

રાજકોટમાં નબીરાઓ બેફામ બન્યા છે. રાજકોટમાંથી સતત અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં કારચાલકે એક્ટિવાને અડફેટે લેતા એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે. જે બાદ ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

કારચાલક નબીરાએ સર્જ્યો અકસ્માત :

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના યુનિવર્સિટી રોડ ફૂલ સ્પીડમાં આવી આવી રહેલા કારચાલકે એક્ટિવાને અડફેટે લીધું હતું. કારચાલકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ચાલક ૨૦ ફૂટ સુધી ફંગોળાયો હતો. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડાયો :

જે બાદ આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. તો ઈજાગ્રસ્ત એક્ટિવા ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે કારની સ્પીડ ૧૦૦ સુધી હતી. હાલ આ અકસ્માતને લઈને પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :-

Share This Article