Another actress
- સમંથા રુથ પ્રભુ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. ક્યારેક તેના અંગત જીવનના કારણે તો ક્યારેક તેના બોલ્ડ લુકને લઈને આજે ફરી તે ચર્ચામાં આવી છે.
સુપરસ્ટાર એક્ટ્રેસ સમંથા રુથ પ્રભુ (Samantha Ruth Prabhu) પોતાના ફેન્સના દિલો પર રાજ કરે છે. તે સાઉથ સિનેમાની હાઈએસ્ટ પેડ એક્ટ્રેસ છે. સમંથા રુથ પ્રભુ લગ્ઝુરિયસ લાઈફ જીતી છે. તે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈ હંમેશા ચર્ચામાં રહે છે.
એક અહેવાલ અનુસાર સમંથા હવે એક નવા આલિશાન ઘરની માલકિન બની ગઈ છે. એક્ટ્રસે પોતાની માટે કરોડોનું ઘર ખરીદી છે.
સમંથાના (Samantha) નવા ઘરની કિંમત લગભગ 7.8 કરોડ રુપિયા છે. આ એક 3 બીએચકે ફ્લેટ છે. રિયલ સ્ટેટ ડેટા એનાલિટિક્સ ફર્મ સીઆરઈ મેટ્રિક્સ અનુસાર આલિશાન ઘરમાં 13માં માળ પર 3,920 સ્કાયર ફુટ અને 14મા માળ પર 4,024 સ્કાયર ફુટનું બિલ્ડ અપ સ્પેસ છે.
https://www.instagram.com/p/Cr28Cn4LI3O/?utm_source=ig_embed&ig_rid=939658d1-4bb3-4b40-bf82-7a2e4b9ab665
સમંથાએ આ ઘર હૈદરાબાદમાં ખરીદ્યુ છે. ઘરની સાથે 6 પાર્કિંગ સ્લોટસ મળી છે. રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે, ઘરનું એન્ટીરિયર સમંથાની પસંદનું છે. એન્ટીરિયરમાં મોડર્નિટી અને એલિગેંસનું બ્લેંડ જોવા મળશે.
આ અગાઉ સમંથાએ મુંબઈમાં 15 કરોડનું એપાર્ટમેન્ટ ખરીદ્યુ છે. અહેવાલ અનુસાર એક્ટ્રેસની પાસે જુબલી હિલ્સમાં 100 કરોડનો એક આલિશાન ઘર પણ છે.
આલિશાન ઘરોની સાથે સમંથાની પાસે અનેક લગ્ઝુરિયસ ગાડીઓની માલિકીન છે. એક્ટ્રેસની પાસે રેંજ રોવર, BMW7 કાર પણ છે. સમંથા એક ફિલ્મ માટે 3થી 4 કરોડ રુપિયા ચાર્જ કરે છે. આ ઉપરાંત તે બ્રાંડ એન્ડોર્સમેન્ટથી પણ ઘણી કમાણી કરે છે.
આ પણ વાંચો :-