કર્ણાટકમાં કૃ઼ષ્ણા નદીમાંથી ભગવાન વિષ્ણુની પ્રાચીન પ્રતિમા મળી આવી.

Share this story

ભારતમાં ખોદકામમાં જૂના જમાના સિક્કા કે પછી ક્યારેક મૂર્તિ મળી આવે છે અને આ મૂર્તિઓ વર્ષો જૂની હોય છે. આવી જ રીતે કર્ણાટકના રાયચુર જિલ્લાના એક ગામમાં કૃષ્ણા નદી વહે છે. આ કૃષ્ણામાંથી ભગવાન વિષ્ણુની એક પ્રાચીન મૂર્તિ મળી આવી છે, આ મૂર્તિની રચના ભગવાન રામની નવી બનાવવામાં આવેલી મૂર્તિ જેવી જ છે. આ મૂર્તિની આસપાસ તમામ દશાવતાર કોતરવામાં આવ્યા છે. તેમજ આ મૂર્તિની સાથે સાથે એક પ્રાચીન શિવલિંગ પણ મળી આવ્યું છે.

પુરાતત્વવિદોએ કહ્યું કે આ મૂર્તિ ૧૧મી કે ૧૨મી સદીની હોઈ શકે છે. ભગવાન વિષ્ણુના વિગ્રહની સાથે એક પ્રાચીન શિવલિંગ પણ મળી આવ્યું હતું. ભગવાન વિષ્ણુના આ વિગ્રહનો રૂપ રંગ અને સ્વરૂપ અયોધ્યામાં રામલલાના ભવ્ય મંદિરમાં સ્થાપિત વિગ્રહથી મેળ ખાય છે. ભગવાન વિષ્ણુની આ મૂર્તિના પ્રભામંડળની ચારેબાજુ દશાવતારો ઉકેરાયા છે. મૂર્તિ પર મત્સ્ય, કુર્મ, વરાહ, નરસિમ્હા, વામન, રામ, પરશુરામ, કૃષ્ણ બુદ્ધ અને કલ્કી અલંકૃત છે. વિષ્ણુની મૂર્તિના ચાર હાથ છે જેમાં બે ઉપર ઊઠેલા હાથ શંખ અને ચક્રથી સુસજ્જ છે. નીચે અને સીધા બે હાથ આશીર્વાદની મુદ્રામાં છે. તેમાં એક કટિ હસ્ત અને બીજો વરદ હસ્ત છે.

પ્રસિદ્ધ પુરાતત્વવિદોએ જણાવ્યું હતું કે આ મૂર્તિ શાસ્ત્રોમાં જે રીતે ભગવાન વેંકટેશ્વરનું વર્ણન કરવામાં આવ્યું છે તે જ રીતે છે. જો કે વેંકટેશ્વર ભગવાનની મૂર્તિમાં ગરુડ છે પરતું આ મૂર્તિમાં ગરુડ નથી. અને જો સામાન્ય રીતે કોઈપણ જગ્યાએ ભગવાન વિષ્ણુની મૂર્તિ જોઈએ તો તેમાં ગરુડની ઉપસ્થિતિ હોય છે. આ મીર્તિની સાથે બે અપ્સરાઓ પણ કોતરેલી જોવા મળે છે. તેમજ ભગવાન વિષ્ણુને શણગારનો શોખ હોવાથી આ મૂર્તિને માળા અને આભૂષણોથી શણગારવામાં આવી છે.

આ પણ વાંચો :-