અમેરિકામાં ફરી એકવાર ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો

Share this story

અમેરિકામાં ફરી એકવાર ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો થયાની હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. હૈદરાબાદના એક વિદ્યાર્થી પર શિકાગોમાં ચાર સશસ્ત્ર લૂંટારાઓએ હુમલો કરી દીધો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે તે વહેલી સવારે કેટલીક વસ્તુઓ સાથે ઘરે પરત ફરી રહ્યો હતો. હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ચાર લૂંટારુઓ તેનો પીછો કરતાં દેખાય છે અને તક મળતાં જ તેના પર હુમલો કરતા જોવા મળી રહ્યાં છે.

મઝહિરની પત્ની સૈયદા રુકૈયા ફાતિમા રિઝવીએ વિદેશ પ્રધાનને લખેલા જણાવ્યું છે કે હું શિકાગોમાં મારા પતિની સુરક્ષાને લઈને ચિંતિત છું. હું અપીલ કરું છું કે કૃપા કરીને તેમને મદદ કરો અને તેમને શ્રેષ્ઠ સારવાર આપો અને જો જરૂરી હોય તો મને અને મારા ત્રણ સગીર બાળકોને અમેરિકા મોકલવાની વ્યવસ્થા કરો જેથી હું મારા પતિ સાથે રહી શકું. સૈયદા રુકૈયા ફાતિમા રઝવીએ જણાવ્યું હતું કે, ૪ ફેબ્રુઆરીના રોજ સાંજે ૬ વાગ્યાની આસપાસ તેને તેના પતિના એક મિત્રનો ફોન આવ્યો હતો.

વીડિયોમાં દેખાય છે કે મજાહિર અલીને માથા, નાક અને મોંમાંથી લોહી વહી રહ્યું છે. તે કહે છે કે, હું મારા હાથમાં ફૂડ પેકેટ લઈને ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે ચાર લોકોએ મારા પર હુમલો કર્યો. હું મારા ઘરની નજીક પહોંચ્યો ત્યારે ચારેય લોકોએ મને લાતો અને મુક્કા મારવાનું શરૂ કર્યું હતું. કૃપા કરીને મને મદદ કરો, ભાઈ. મહેરબાની કરીને મારી મદદ કરો. અલીનો આ વીડિયો વાયરલ થયો છે. મારપીટ બાદ લૂંટારાઓએ તેનો મોબાઈલ પણ છીનવી લીધો હતો.

આ હુમલાથી અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ચિંતા વધી ગઈ છે. આ વર્ષે અત્યાર સુધીમાં અમેરિકામાં ભારતીય મૂળના ચાર વિદ્યાર્થીઓ મૃત હાલતમાં મળી આવ્યા બાદ આ હુમલાની ઘટનાએ ચિંતામાં બેવડો વધારો કર્યો છે.

આ પણ વાંચો :-