નાસિકમાં રોડ શો બાદ પીએમ મોદી કાલારામ મંદિરમાં કરી પૂજા અર્ચના

Share this story

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૭માં રાષ્ટ્રીય યુવા મહોત્સવના ઉદ્ઘાટન કાર્યક્રમ માટે શુક્રવારે નાશિક પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી સવારે જ નાસિક પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ નીલગીરી બાગથી રામકુંડા સુધી રોડ શો કર્યો હતો. સામાન્ય રીતે દરેક રોડ શો કે અન્ય કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ખુલ્લી કાર કે જીપના મંચ પર એકલા હોય છે. જોકે, નાશિકમાં રોડ શો દરમિયાન વડાપ્રધાન મોદીની સાથે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર એમ ત્રણે જણ ખુલ્લી જીપમાં હાજર હતા. રોડ શો દરમિયાન વડાપ્રધાન મોદી અને શિંદે-ફડણવીસ-પવાર ત્રિમૂર્તિની તસવીર જોવા મળી હતી.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ રોડ શોના માધ્યમથી એક રાજકીય સંદેશ આપવામાં આવ્યો છે. આ રાજકીય સંદેશ એ છે કે મહારાષ્ટ્ર રાજ્યમાં આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ત્રણેય પક્ષો સાથે મળીને લડશે. આ વાહનમાં મોદીની એક તરફ એકનાથ શિંદે, બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસ હતા. અજિત પવાર અને પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે તેમની પાછળ ઉભા હતા, જેને લઈને અનેક રાજકીય તર્ક-વિતર્કો થઈ રહ્યા છે. અજિત પવાર બીજેપી સાથેના કાર્યક્રમોમાં હાજરી આપતા નથી તેવી ચર્ચા ઘણીવાર થાય છે. જોકે, અજિત પવારે વડાપ્રધાન મોદીની નાસિક મુલાકાતમાં હાજરી આપવાનો આગ્રહ રાખ્યો હતો.

તેમણે ‘અટલ બિહારી વાજપેયી સેવરી-ન્હાવા શેવા અટલ સેતુ’ નામ આપવામાં આવ્યું છે. તેનું નિર્માણ રૂ. ૧૭,૮૪૦ કરોડથી વધુના ખર્ચે કરવામાં આવ્યું છે. તેનું નિર્માણ રૂ. ૧૭,૮૪૦ કરોડથી વધુના ખર્ચે કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ ડિસેમ્બર ૨૦૧૬માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. તે ભારતનો સૌથી લાંબો પુલ અને ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ પણ છે.

અટલ સેતુ આશરે ૨૧.૮૭ કિલોમીટર લાંબો છ લેન પુલ છે, જેમાંથી અંદાજે ૧૬.૫ કિલોમીટર સમુદ્ર પર અને અંદાજે ૫.૫ કિલોમીટર જમીન પર છે. તે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને ડાયરેક્ટ કનેક્ટિવિટી પ્રદાન કરશે અને મુંબઈથી પૂણે, ગોવા અને દક્ષિણ ભારતની મુસાફરીનો સમય પણ ઘટાડશે, એમ નિવેદનમાં જણાવાયું છે. આનાથી મુંબઈ પોર્ટ અને જવાહરલાલ નેહરુ પોર્ટ વચ્ચેની કનેક્ટિવિટી પણ સુધરશે.

વડાપ્રધાન મોદી અનેક રેલ પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરશે. તેઓ ‘સાંતાક્રુઝ ઈલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન’ – સ્પેશિયલ ઈકોનોમિક ઝોન માટે ‘ભારત રત્નમ’ (મેગા કોમન ફેસિલિટેશન સેન્ટર)નું ઉદ્ઘાટન કરશે. તેમાં વિકલાંગ વિદ્યાર્થીઓ સહિત આ ક્ષેત્રના કર્મચારીઓના કૌશલ્ય વિકાસ માટે ખાસ કરીને તાલીમ શાળા હશે.

આ પણ વાંચો :-