ઇઝરાઇલ- હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ગુજરાતીઓ ફસાયા હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, ઈઝરાયેલમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે 700 જેટલા ગુજરાતીઓ ફસાયા છે. આ તરફ હવે ઇઝરાઇલમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા ચાલુ થઈ છે. મહત્વનું છે કે, ઈન્ટરનેટ સેવા ચાલુ હોવાથી સ્વજનોને આંશિક રાહત મળી છે. પ્રાથમિક વિગતો મુજબ ગુજરાત, રાજસ્થાનના યુવાનો 3 દિવસથી ઘરમાં કેદ હોવાનું પણ સામે આવ્યું છે.
ઇઝરાઇલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે 700 ગુજરાતીઓ ત્યાં ફસાયા છે. ગુજરાત અને રાજસ્થાનના યુવાનો ત્રણ દિવસથી ધરમાં કેદ હોવાની વચ્ચે હવે ઇઝરાઇલમાં મોબાઈલ-ઈન્ટરનેટ ચાલુ હોવાથી સ્વજનોને આંશિક રાહત મળી છે. ઇઝરાઇલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. બંને તરફથી હુમલા ચાલુ છે. આ યુદ્ધ હમાસના આતંકવાદીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ઇઝરાઇલ જોરદાર વળતો હુમલો કર્યો હતો. ઇઝરાઇલ હમાસના આતંકવાદીઓના ઘણા ઠેકાણાઓને નષ્ટ કરી નાખ્યા છે.
હમાસના અને આતંકવાદીઓ વચ્ચે હુમલા તેજ થઈ ગયા છે. જેના કારણે 1600 લોકોના મોત થયા છે. ઇઝરાઇલી સૈન્યએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, તેમણે ગાઝા પટ્ટીમાં 200 થી વધુ સ્થળોએ રાતોરાત હુમલો કર્યો, જેમાં ગાઝા સિટીના રિમલ વિસ્તાર તેમજ ખાન યુનિસ શહેરનો સમાવેશ થાય છે. સૈન્યએ જણાવ્યું હતું કે, ત્રાટકેલા સ્થળોમાં એક મસ્જિદની અંદર હથિયારોના સંગ્રહ સ્થળ તેમજ હમાસ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ દળો દ્વારા ઉપયોગમાં લેવાતા એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો :-