HomeGujaratભાવનગર હાઈવે પર ટ્રકનું ટાયર ફરી વળતા પત્નીની નજર સામે પતિનું મોત

ભાવનગર હાઈવે પર ટ્રકનું ટાયર ફરી વળતા પત્નીની નજર સામે પતિનું મોત

Date:

Related stories

મેટા ઓફિસમાં તોડફોડને લઈ ભાજપ-કોંગ્રેસ આમને-સામને, ભાજપે કોંગ્રેસને ગણાવી ‘ગુંડાઓની પાર્ટી’

નવી દિલ્હી/હૈદરાબાદ: સોશિયલ મીડિયા કંપની મેટા (Meta)ની ઓફિસમાં યુથ...

Video : મુંબઈમાં યુવક-યુવતી સાથે મારપીટનો વીડિયો વાયરલ, 8 સગીરો સામે ગુનો નોંધાયો

મુંબઈ: મુંબઈના કુર્લા વિસ્તારમાં યુવક અને યુવતી સાથે મારપીટ...

રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો પલટવાર, કહ્યું- ભારતને બદનામ કરવા માટે પૈસા આપવામાં આવે છે!

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના વડાપ્રધાન પદને...
spot_img

ભાવનગર રોડ પર જૂના રામજી મંદિર પાસે રહેતાં દંપતી શનિવારે બાઈકમાં બેસી જઈ રહ્યા હતા ત્યારે ભાવનગર હાઈવે પર પાછળથી ધસી આવેલાં ટ્રક ચાલકે ઠોકર મારી હતી. પત્નીની નજર સામે જ ટ્રકનું ટાયર આધેડના શરીર પર ફરી વળતાં ઘટના સ્થળે જ તેમણે દમ તોડી દીધો હતો.

વધુ વિગતો મુજબ,જૂના રામજી મંદિર પાસે રહેતા પ્રભાબેન હેમતભાઈ મકવાણા શનિવારે સાંજે તેમના પતિ હેમતભાઈ અમરશીભાઈ મકવાણાના બાઈક પાછળ બેસીને જઈ રહ્યા હતાં ત્યારે ભાવનગર હાઈવે પાસે પાછળથી ધસી આવેલાં ટ્રક ચાલકે જોરદાર ઠોકર મારતાં બાઈક સવાર પ્રભાબેન અને હેમતભાઈ બાઈક પરથી નીચે પટકાયા હતા. જેમાં પ્રભાબેનને શરીરે મૂંઢ ઈજા થઈ હતી જ્યારે હેમતભાઈના શરીર પર ટ્રક ફરી વળતાં તેમણે ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો.

બનાવને પગલે આજી ડેમ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.મૃતક હેમતભાઈના પત્નીએ ટ્રક ચાલક મુકેશ કાબાભાઈ વિસાવડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ટ્રક ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે, દંપતિ ભત્રિજીના સગપણની વાત માટે ત્રંંબા ગયું હતું.

Subscribe

Latest stories