Saturday, Sep 13, 2025

યુનિવર્સિટી છે કે મસ્જિદ ! વડોદરાની એમએસયુમાં બીજીવાર શિવ મંદિર પાસે નમાઝ પઢાઈ…

2 Min Read
  • વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફરી નમાઝ પઢાઈ. MSUના શિવમંદિર પાસે નમાઝ થયાનો વીડિયો વાયરલ. કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ મંદિર પાસે નમાઝ પઢતા વિવાદ.

વડોદરાની MS યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. MSUમાં શિવ મંદિર પાસે જ નમાઝના વીડિયોથી વિવાદ ઉઠ્યો છે. ૩ વિદ્યાર્થી નમાઝ અદા કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ ત્રણેય કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળ્યું છે. મંદિર પાસે જ નમાઝના વીડિયો ફરી સિક્યોરિટી પર સવાલ ઉઠ્યાં છે. આવું પહેલીવાર નથી થયુ. આ પહેલા પણ અનેકવાર યુનિવર્સિટી કેમ્પસ અને ક્લાસમાં નમાઝ પઢવામાં આવી છે.

વડોદરાની MS યુનિવર્સિટીમાં ફરી એકવાર વિવાદમાં આવી છે. એક બાદ એક નમાઝ પઢવાની ઘટનાથી હવે MS યુનિવર્સિટી સવાલોના ઘેરામાં આવી છે. સંસ્કૃત ફેકલ્ટી અને કોમર્સ ફેકલ્ટી બાદ હવે શિવ મંદિર પાસે જાહેરમાં નમાઝ પઢવાનો વીડિયો વાયરલ થયો છે.

૨૪ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ કોમર્સ ફેકલ્ટી નજીક બે શખ્સો નમાઝ પઢતા હોવાની જાણ થતા જ યુનિવર્સિટીની વિજિલન્સની ટીમ દોડતી થઈ હતી. જે બાદ ૧૫ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ સંસ્કૃત ફેકલ્ટીની સામે નમાજ પડતા વીડિયો વાયરલથી વાતાવરણ ગરમાયું હતું. જેના ૮ મહિના બાદ હવે શિવ મંદિર પાસે નમાઝ પઢવાના વીડિયોથી ફરી વાતાવરણ ગરમાયું છે.

આ પણ વાંચો :-

Share This Article