કડી તાલુકાના નંદાસણ રોડ પર ઊંટવા પાટીયા નજીક જય ભોલે હોટલની સામે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. રીક્ષા અને આઇસર વચ્ચે થયેલા આ અકસ્માતમાં રીક્ષામાં સવાર ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે.
મૃતકોમાં ત્રણ પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. અકસ્માતમાં અન્ય બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ કડી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.