Thursday, Oct 23, 2025

સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ખેલાઈ ગયું ધિંગાણું, પાઈપ-ધારિયાથી હુમલામાં ૬ લોકો ઈજાગ્રસ્ત

2 Min Read
  • પાટણમાં આવેલા બાલીસણા ગામમાં સોશિયલ મીડિયા પોસ્ટ મૂકવા બાબતે રવિવારે રાત્રે બે જૂથો વચ્ચે હિંસક અથડામણની ઘટના સામે આવી રહી છે.

લોખંડની પાઈપ, ધારીયા સહિતના હથિયારો વડે સામે સામે મારીમારીના બનાવ બાદ સવારથી અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે. પોલીસ દ્વારા ફરી ગામમાં કોઈ છમકલુ ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો જૂથ અથડામણમાં ૧૨ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

જૂથ અથડામણમાં ૬ લોકો ઈજાગ્રસ્ત :

પાટણના બાલીસણા ગામમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબતે બે જૂથો વચ્ચે સ્થિતિ વણસી હતી. જેમાં અલગ-અલગ સમાજના જૂથો વચ્ચે રાત્રે વિવાદ બાદ મારા મારી થઈ હતી. જેમાં બંને જૂથના લોકોએ એકબીજા પર હથિયાર અને લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. ઘટનામાં બંને જૂથના ૬થી વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ધારપુર તથા પાટણની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

ગામમાં જૂથ અથડામણને પગલે LCB, SOG સહિતનો પોલીસનો કાફલો ઉતારી દેવામાં આવ્ય છે અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બંને પક્ષો દ્વારા સામ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાતા આગળ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં પોલીસ દ્વારા ૧૨ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધી છે.

આ પણ વાંચો :-

 

 

Share This Article