HomeGujarat સાળંગપુરમાં ભારે પવનના લીધે રોડ પર ગેટ ધરાશાયી, કોઈ જાનહાની નહીં ;...

 સાળંગપુરમાં ભારે પવનના લીધે રોડ પર ગેટ ધરાશાયી, કોઈ જાનહાની નહીં ; વાહન-વ્યવહાર ખોરવાયો , જુઓ તસ્વીરો 

Date:

Related stories

મોદીની પુતિનને અનોખી ભેટ કેમ ચર્ચામાં? ‘તિરુક્કુરલ’ વિશે જાણો આ મહત્વની વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

પુતિનના ભારત પ્રવાસ વચ્ચે Su-57 પર ચર્ચા તેજ, 5મી પેઢીના ફાઇટર જેટ અંગે મોટું અપડેટ

ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં...

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...
spot_img

The gate collapsed on the road due

  • સાળંગપુરમાં ભારે પવનના લીધે બોટાદ જવાના રસ્તે લોખંડનો ગેટ ધરાશાયી થતા વાહન વ્યવહાર અટવાઇ પડ્યો.

સાળંગપુરમાં (Salangpur) ભારે પવનના લીધે ગેટ પડ્યો હોવાની ઘટના સામે આવી છે. સાળંગપુરથી બોટાદ (Botad from Salangpur) જવાના રસ્તે લોખંડનો ગેટ ધરાશાયી થતા વાહન વ્યવહાર અટવાઇ પડ્યો હતો. જેના લીધે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. જો કે, બાદમાં આ મામલે તંત્રને જાણ કરાતા JCBની મદદથી ગેઇટ હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. જો કે, દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઇ.

સૌરાષ્ટ્રમાં જામ્યો છે વરસાદી માહોલ : ભાવનગર અને બોટાદમાં ભારે પવન સાથે વરસાદ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જાણે કે પ્રી-મૉન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ ગઈ હોય એમ ગઈ કાલે અમરેલી, સાવરકુંડલા, લાઠી, ભાવનગર અને પાટણ પંથકમાં વરસાદ પડ્યો હતો. તેમાં પણ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડતાં આસપાસના વિસ્તારોમાં ઠંડકનો માહોલ થઇ ગયો હતો. બીજી તરફ સૌરાષ્ટ્રની કેટલીક નદીઓમાં નવાં નીર પણ આવ્યાં હતાં.

ગઇકાલે ભાવનગરના જેસર તાલુકામાં બપોરે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. તો જેસરના દેપલા, છાપરિયા, સેરડા સહિતનાં ગામમાં પણ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ગઢડાના ઢસા, બોટાદ, બરવાળા અને ભાલ પંથકમાં પણ વરસાદે રેલમછેલ કરી નાખી હતી. બોટાદમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.

સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં અનેક સ્થળે ધોધમાર વરસાદ :

The gate collapsed on the road due

Subscribe

Latest stories

spot_img