HomeNationalઓડિશા-આંધ્રપ્રદેશ પર ચક્રવાત 'અકવાન'નો ખતરો: 6 જિલ્લાઓમાં 21 નવેમ્બર સુધી શાળાઓ બંધ,...

ઓડિશા-આંધ્રપ્રદેશ પર ચક્રવાત ‘અકવાન’નો ખતરો: 6 જિલ્લાઓમાં 21 નવેમ્બર સુધી શાળાઓ બંધ, ભારે વરસાદનું એલર્ટ

Date:

Related stories

PF ખાતાધારકોને મોટી રાહત : હવે 75% નહીં, 90% સુધીની રકમ ઉપાડી શકાશે

નોકરી કરતા કરોડો કર્મચારીઓ માટે પ્રોવિડન્ટ ફંડ (PF) અંગે...

મુંબઈના આ રેલવે સ્ટેશનનું નામ બદલાશે, હવે ‘ચૈત્યભૂમિ’ તરીકે ઓળખાશે; CM ફડણવીસે આપી મંજૂરી

મુંબઈ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના ઐતિહાસિક દાદર રેલવે સ્ટેશનનું નામ...

આ રાજ્યમાંથી નકલી દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ, STF અને ડ્રગ્સ વિભાગની સંયુક્ત કાર્યવાહી

હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના નાલાગઢ વિસ્તારમાં નકલી દવાઓ બનાવતી...

પંજાબમાં ભાખડા નહેર પર લોખંડનો પુલ ધરાશાયી, બે ટ્રક નહેરમાં ખાબક્યા; એક ટ્રકમાં લાગી આગ

પટિયાલા: પંજાબના પટિયાલા-સંગરુર બાયપાસ પર પસિયાણા ગામ નજીક ભાખડા...

કેનેડામાં ભારતીય યુવકની હત્યાની આશંકા, સળગતી કારમાંથી મળી લાશ; ટાર્ગેટ કિલિંગની શંકા

કેનેડામાં વધુ એક ભારતીય યુવકના શંકાસ્પદ મોતનો કિસ્સો સામે...
spot_img

બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન ‘અકવાન’ (Akvan) હવે ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે બંને રાજ્યોમાં ભારે વરસાદ અને તેજ પવનની આગાહી કરી છે. તોફાનના જોખમને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે છ જિલ્લાઓમાં શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

21 નવેમ્બર સુધી શાળાઓ બંધ

ઓડિશાના ગંજામ, ગજપતિ, પુરી, જગતસિંહપુર, કેન્દ્રપાડા અને કંધમાલ જિલ્લામાં 19થી 21 નવેમ્બર સુધી સરકારી, ખાનગી અને સરકારી સહાયિત શાળાઓ બંધ રહેશે. આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રો પણ બંધ રાખવામાં આવશે. ખુર્દા જિલ્લામાં 19 અને 20 નવેમ્બરે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રજાનો સમયગાળો વધારવાની શક્યતા પણ છે.

100 કિમીની ઝડપે ફૂંકાશે પવન

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ચક્રવાત 20 નવેમ્બરે બપોર સુધીમાં આંધ્રપ્રદેશના નરસાપુર અને ઓડિશાના પુરી વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 90થી 100 કિમી પ્રતિ કલાક રહેવાની અને 110 કિમી પ્રતિ કલાકની ઝડપે ઝટકા આવવાની શક્યતા છે.

અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી

ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓડિશાના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વહીવટીતંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં જરૂરી સુરક્ષા પગલાં લેવા અપીલ કરવામાં આવી છે

Subscribe

Latest stories