HomeSurat Cityસુરતમાં નકલીની ભરમાર યથાવત્ઃ વરાછામાંથી 29.67 લાખના ડુપ્લિકેટ ગુટખા, તમાકુ સાથે એક...

સુરતમાં નકલીની ભરમાર યથાવત્ઃ વરાછામાંથી 29.67 લાખના ડુપ્લિકેટ ગુટખા, તમાકુ સાથે એક પકડાયો

Date:

Related stories

કબ્રસ્તાન પાસે ખાડીમાંથી મળ્યો નવજાત બાળકીનો મૃતદેહ, સચિન પોલીસ સામે મોટો સવાલ!

માનવતાને શર્મસાર કરતી અને કાળજું કંપાવી દેતી એક અત્યંત...

ઓનલાઈન ગ્રોસરી ઓર્ડર કરતાં પહેલાં સાવધાન! સુરતમાં Zepto પર SMCનો સપાટો

સુરતમાં 10 મિનિટની ક્વિક ડિલિવરી પાછળ ખાદ્યસામાનની ગુણવત્તા અંગે...

સાધુનો વેશ ધરી ઝડપાયેલો વાંસદા લૂંટનો મુખ્ય સૂત્રધાર હોસ્પિટલમાંથી ફરી ફરાર

વાંસદાની ચર્ચિત આંગડિયા લૂંટ કેસના મુખ્ય આરોપી રાજારામ ઉર્ફે...

જાણો બાપ્પાના મોદક પાછળ છુપાયેલી 2,000 વર્ષ જૂની વાર્તા!

ગણેશોત્સવ આવે એટલે બાપ્પાની મૂર્તિ સાથે સૌથી પહેલાં જે...

સુપ્રીમ કોર્ટે દારૂબંધીના ગણાવ્યા 5 મોટા ગેરફાયદા, પૂછ્યું- ‘આનાથી શું હાંસલ થયું?’

દારૂબંધીની અસરકારકતા અંગે સવાલ ઉઠાવતા સુપ્રીમ કોર્ટે તેના અમલ...
spot_img

સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે વરાછના પદ્દાર આર્કેડ પાછળ આવેલી નહેરુનગર ઝૂંપડપટ્ટીમાં દરોડો પાડી નકલી ગુટખા,તમાકુનો મોટો જથ્થો પકડી પાડ્યો

સુરતમાંથી સમયાંતરે અનેક વસ્તુ નકલી હોવાનું ફલિત થઈ ચૂક્યું છે. નકલી ઘી અને પનીરથી લઈ નકલી ઓફિસરો પણ અહીં પકડાયા છે. આ નકલીની ભરમાર સુરતમાં ચાલુ રહી છે. વધુ એક વખત સ્પેશિયલ ઓપરેશ ગ્રુપની ટીમે વરાછામાંથી રૂ. 29,67,090ની કિંમતના નકલી ગુટખા અને તમાકુ પકડી પાડ્યા છે.

વરાછામાં પોદ્દાર આર્કેડ પાછળ આવેલી નહેરુનગર ઝૂંપડપટ્ટીમાં એક વ્યક્તિ નકલી તમાકુ અને ગુટખાનો મોટો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ત્યાં બુધવારે બપોરના સમયે છાપો માર્યો હતો. જેમાં અઝીઝ ઇબ્રાહીમ અમીન આ નકલી ગુટખા અને તમાકુનું વેચાણ કરતો હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે તેને પકડી પાડ્યો હતો.પકડાયેલા અઝીઝના કબજામાંથી ગુટખા અને તમાકુ મળી કુલ રૂ. 29,67,090નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.

Subscribe

Latest stories

spot_img