Monday, Nov 3, 2025

અયોધ્યા દુષ્કર્મ કેસમાં સપા નેતા મોઇદ ખાનની બેકરી પર ચાલ્યું બુલડોઝર

2 Min Read

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 12 વર્ષની સગીર બાળકી સાથે દુષ્કર્મના મામલામાં યુપી સરકાર સંપૂર્ણ રીતે કડક દેખાઈ રહી છે. આજે શનિવારે CM યોગીનું બુલડોઝર મોઇદ ખાનની સંપત્તિ પર ફરી વળ્યું હતું. આરોપી સપા નેતા મોઇદ ખાનની બેકરીને પણ સીલ કરવામાં આવી હતી. આ બળાત્કાર કેસના મુખ્ય આરોપી મોઈદ ખાનના ઘરે બુલડોઝરની કાર્યવાહી થવા જઈ રહી છે. આ મામલામાં મોઇદ ખાનની મિલકતો પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફૂડ સેફ્ટીના ડેપ્યુટી કમિશનરે અયોધ્યા ગેંગ રેપના મુખ્ય આરોપી સપા નેતા મોઈદ ખાનની બેકરી પર દરોડા પાડ્યા છે. બેકરીમાં બનેલી વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે. ભદરસામાં એવન બેકરીના નામે મોઈદ ખાનની બેકરી છે.

અયોધ્યા રેપ કેસમાં મોટી કાર્યવાહી, SP નેતાની બેકરી પર ચલાવ્યું બુલડોઝર

સગીરને પેટમાં દુ:ખાવો થતાં મામલો બહાર આવ્યો હતો. મેડિકલ તપાસમાં તે ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે સપા કનેક્શન બહાર આવ્યા બાદ વિપક્ષ અખિલેશ યાદવ પર પ્રહારો કરી રહ્યું છે. જ્યારે CM યોગી ફુલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. આ મામલે અખિલેશ યાદવના મૌન પર સવાલો ઊઠી રહ્યા છે. મોઈદ ખાન વિરુદ્ધ 29મી જુલાઈએ કેસ નોંધવામાં આવ્યો હતો અને 30મીએ તેની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી સપાએ તેમને પદ પરથી હટાવ્યો નથી.

સીએમ યોગી આ મામલે સંપૂર્ણપણે કડક છે. બેદરકારીના મામલામાં બે પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે પીડિત પરિવારને ઝડપી ન્યાયની ખાતરી આપી છે. આ કેસમાં SP પર ગુંડાગીરીનો આરોપ છે. મળતી માહિતી મુજબ, અયોધ્યાના સપા નેતા અને નગર પંચાયત ભદરસાના અધ્યક્ષ મોહમ્મદ રશીદ, સપાના નેતા જયસિંહ રાણા અને અન્ય એકે દુષ્કર્મ પીડિતાની માતાને આરોપીઓ સાથે સમાધાન કરવાની ધમકી આપી હતી, જે બાદ તમામ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પીડિતાના પરિવારનો આરોપ છે કે, તે બધા રાત્રે 11 વાગ્યે જિલ્લા મહિલા હોસ્પિટલ પહોંચ્યા અને તેમને ધમકી આપી, કેસ પાછો ખેંચવા માટે દબાણ કર્યું. સપાના નેતાઓએ આરોપીઓ સાથે સમાધાન નહીં થાય તો પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

Share This Article