HomeCrimeસૈફાઈ મેડિકલ કોલેજના વિદ્યાર્થીની લોહીથી લથપથ લાશ મળી, પ્રેમ પ્રકરણમાં હત્યાની આશંકા

સૈફાઈ મેડિકલ કોલેજના વિદ્યાર્થીની લોહીથી લથપથ લાશ મળી, પ્રેમ પ્રકરણમાં હત્યાની આશંકા

Date:

Related stories

અંબાણીના ગણેશોત્સવમાં ટ્રમ્પની દીકરી બની ‘દેશી ગર્લ’!

મુંબઈના એન્ટિલિયામાં યોજાયેલા અંબાણી પરિવારના ભવ્ય ગણેશોત્સવમાં બોલિવૂડના દિગ્ગજ...

‘બાળકોને ભણાવીએ કે ઓનલાઈન એન્ટ્રી કરીએ?’ 22થી વધુ પોર્ટલ પર ઓનલાઇન કામગીરીથી શિક્ષકોમાં રોષ

વર્ગખંડમાં બાળકોને ભણાવવાના બદલે આખો દિવસ મોબાઇલ અને લેપટોપ...

દિલ્હીમાં મળેલા સગીરાના મૃતદેહનો રહસ્ય ઉકેલાયો!

દિલ્હીના સ્વરૂપ નગર વિસ્તારમાં ખેતરમાંથી મળી આવેલી કિશોરીની લાશ...

સરખેજમાં પતિનો પત્ની વિરુદ્ધ માસ્ટરપ્લાન : આટલા લાખની ચોરી અને જાસૂસીનો આક્ષેપ

સરખેજમાં પતિ-પત્નીના વિવાદ વચ્ચે એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો...
spot_img

ઉત્તર પ્રદેશના ઈટાવાની સૈફાઈ મેડિકલ યુનિવર્સિટીના ANM વિદ્યાર્થીની લાશ મળી આવતાં સનસનાટી ફેલાઈ ગઈ છે. વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની આશંકા છે. ગુરુવારે મોડી સાંજે વૈદપુરા વિસ્તારમાં સોનાઇ પુલ નજીકથી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો હતો, તે કોલેજ ડ્રેસમાં હતી. તેનું શરીર લોહીથી લથબથ જોવા મળ્યું હતું તેમજ ગેંગરેપની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. જ્યારે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને વિદ્યાર્થિનીની હત્યાના સમાચાર મળ્યા તો તેઓએ હંગામો મચાવ્યો. આ ઘટનાની જાણકારી મળ્યા બાદ સૈફઈ મેડિકલના વિદ્યાર્થીઓ હડતાળ પર બેસી ગયા છે.

યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી ANM વિદ્યાર્થીનીની લોહીથી લથપથ લાશ મળી આવતાં ખળભળાટ મચી ગઈ હતી. આ મામલે જ્યાં વિદ્યાર્થીઓએ ટ્રોમા સેન્ટરનો ઘેરાવ કર્યો અને ઉગ્ર વિરોધ કર્યો ત્યાં હવે સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ પ્રતિક્રિયા આપી છે. તેણે X (ટ્વીટર) પર લખ્યું છે કે, સૈફઈ મેડિકલ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થિનીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ ખૂબ જ ગંભીર બાબત છે. રાજ્યમાં ભાજપના શાસન દરમિયાન અપરાધ સામે શૂન્ય સહિષ્ણુતાની જાહેર કરાયેલી નીતિ શૂન્ય બની ગઈ હોય તેનું આ બીજું ખૂબ જ દુઃખદ ઉદાહરણ છે.

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે વૈદપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સોનાઈ પુલ નજીકથી મેડિકલ વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો હતો.  વિદ્યાર્થિનીએ ૨૦૨૩માં મેડિકલ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું અને તે પહેલા વર્ષની વિદ્યાર્થિની હતી. ૨૦ વર્ષીય મૃતક ઔરૈયાના કુદરકોટની રહેવાસી હતી. જે સૈફઈ યુનિવર્સિટી હોસ્ટેલમાં અભ્યાસ માટે રહેતી હતી. હાલ પોલીસે તેણીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. ફાઇ મેડિકલ યુનિવર્સિટીના પ્રથમ વર્ષના ANM વિદ્યાર્થીનીનો મૃતદેહ મધર ડેરી પાસે મળી આવ્યો છે. બળાત્કાર થયો છે કે નહીં તે અત્યારે તો કન્ફર્મ કરી શકાય તેમ નથી, પરંતુ એવું લાગે છે કે લાશને લાવીને ફેંકી દેવામાં આવી છે. તેણીએ જણાવ્યું કે બપોરે તે તેના એક મિત્રને મોબાઈલ ફોન આપીને ક્યાંક ચાલી ગઈ હતી. સાંજે વિદ્યાર્થીની લાશ રોડ કિનારેથી મળી આવી હતી.

વરિષ્ઠ પોલીસ અધિક્ષક સંજય કુમારે જણાવ્યું કે, વિદ્યાર્થિની લાશ રોડના કિનારે મળી આવી હતી. તેણીની ઉંમર લગભગ ૨૦ વર્ષની છે. હોસ્ટેલમાં રહેતી તેની મિત્રએ જણાવ્યું છે કે, તેણીએ તેનો મોબાઈલ તેને આપ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર એવું લાગે છે કે, વિદ્યાર્થિનીને કારમાંથી ફેંકવામાં આવી છે. લવ અફેરનો એંગલ પણ સામે આવી રહ્યો છે. હાલ તપાસ ચાલુ છે. સર્વેલન્સ અને SOGની ટીમો કામે લાગી છે. આ કેસની વધુ માહિતી ટૂંક સમયમાં બહાર આવશે.

Subscribe

Latest stories

spot_img