Wednesday, Oct 29, 2025

ગોડાદરાના માથાભારે ચિરાગ ભરવાડ પર GUJCTOC કેસ દાખલ કરવામાં આવ્યા

2 Min Read

સુરતમાં હત્યાની કોશિશ, લૂંટ, અપહરણ, મારામારી, રાયોટીંગ, ખંડણી, ધમકી, આર્મ્સ એક્ટ, ચીટીંગ, વ્યાજખોરી સહિતના ૨૭ ગંભીર ગુનામાં સંડોવાયેલા ગોડાદરાના માથાભારે ચિરાગ મેરની સામે પોલીસે ગુજ્સીટોકની કલમો ઉમેરો કરી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

કુખ્યાત વ્યાજખોર અને ખંડણી ખોર ચિરાગ ભરવાડ પર GUJCTOC દાખલ કરવામાં આવ્યો છે. ચિરાગ મેર ઉર્ફે ભરવાડના ચાર દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. ચિરાગ ભરવાડ પર ૨૭ જેટલા ગુના દાખલ થયા છે. ઉત્રાણ વિસ્તારમાં રૂપિયાની લેતી દેતીમાં યુવક પર જીવલેણ હુમલો કરનાર ચિરાગ ભરવાડની ગેંગના સભ્યોના પણ જામીન કેન્સલ થશે. તમામની GUJCTOC હેઠળ અટકાયત કરવામાં આવશે.

આરોપી ચિરાગ ભરવાડ પર હત્યા, વ્યાજ વટાવ સહિતના ગંભીર ગુનાઓ દાખલ છે. ૧૬થી વધુ ગંભીર ગુનામાં સંડોવાયેલા ચિરાગ ભરવાડના ચહેરા પર એક પણ ગુનાનો  અફસોસ જોવા મળતો ન હતો.. ઉલટાનો પોતાનો રૌફ જમાવતો હોય તેવુ જોવા મળ્યું હતું. મૂળ બોટાદ જિલ્લાના સ્વામિનારાયણ ગઢડાના માંડવા ગામનો ચિરાહ વતની છે. આરોપી ચિરાગ જીગ્નેશનગર, પટેલનગરની બાજુમાં ડીંડોલી બ્રીજ પાસે, ગોડાદરા અને એલીગેન્ઝા હાઈટસની સામે સહિત અનેક જગ્યાઓ પર તે હવાલા અને સોપારીને લઈને ગેરકાયદેસર કામ કરતો હતો.

ચિરાગ મેર ઉર્ફે ભરવાડ ગેંગના સૂત્રધાર છે. જે પકડાયા બાદ પણ તેના ચહેરા પર કરેલા ગુનાની સહેજ પણ ગ્લાનીની ભાવના દેખાતી નથી. ઉલટાનો પોતે રોફ પ્રદર્શિત કરતો હોય તે રીતેના હાવભાવ પોલીસ સ્ટેશનમાં પણ કરતો હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસ ડિટેક્શનમાં રજૂ કરતી વખતે પણ ચિરાગ જાણે મહાન કાર્ય કરતો હોય તેવી મુદ્રામાં જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :-

Share This Article