Thursday, Oct 30, 2025

હવે AAPના સાંસદ સંજયસિંહને તપાસમાં કોર્ટે ૧3 ઓકટોબર સુધી ED કસ્ટડી વધારી

2 Min Read

આમ આદમી પાર્ટીના સાંસદ અને મોટા નેતા સંજય સિંહને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં ૧૦ દિવસની કસ્ટડી માંગ કરતા કોર્ટે ૧૦ને બદલે ફક્ત ૫ દિવસ તેમની કસ્ટડી મંજૂર આપી હતી. જેની મર્યાદા આજે પૂર્ણ થતાં દિલ્હી દારૂ કૌભાંડ કેસના આરોપી AAP સાંસદ સંજય સિંહને ફરી આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરાયા હતા. ત્યારે ED દ્વારા  કોર્ટ સમક્ષ સંજય સિંહના વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. જેને લઈને કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ પર મંજૂરીની મહોર લગાવી છે. હવે સાંસદ ૧૩મી ઓક્ટોબર સુધી ED રિમાન્ડમાં રહેશો. EDએ કોર્ટ સમક્ષ એવું પણ કહ્યું હતું કે લાંચ લેવાના નહિ પરંતુ લાંચ માંગવાના પુરાવા સામે આવ્યા છે. દારૂના લાયસન્સ માટે લાંચ માંગવામાં આવી હતી.

દિલ્હીના ચર્ચિત દારુ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના ત્રીજા મોટા નેતા ઈડીની ઝપટે ચઢ્યાં છે. આ પહેલા ફેબ્રુઆરીમાં પૂર્વ ડેપ્યુટી સીએમ અને કેજરીવાલના ખાસ મનીષ સિસોદીયાની પણ ઈડી દ્વારા ધરપકડ કરાઈ હતી.  સિસોદીયા હાલમાં તિહાડ જેલમાં કેદ છે. સિસોદીયા પહેલા આપ નેતા અને તે વખતના મંત્રી સત્યેન્દ્ર જૈનની પણ ધરપકડ કરાઈ હતી. સીબીઆઈ અને ઈડી બન્નેએ દારુ કૌભાંડમાં અત્યાર સુધી આમ આદમી પાર્ટીના ત્રણ મોટા નેતા, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને સંજય સિંહની ધરપકડ કરી છે. બીજા નેતાઓ પણ ઈડીની ઝપટમાં ચઢી શકે છે.

આ પણ વાંચો :-

Share This Article